• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'બાંગ્લાદેશના ગરીબ ભારત આવે છે', અમિત શાહના નિવેદન પર ભડક્યા બાંગ્લાદેશના વિદેશ મંત્રી, કહ્યુ - આ ખોટો ભ્રમ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ પોતાના એક નિવેદનમાં બાંગ્લાદેશ પર ટિપ્પણી કરી. અમિત શાહે કહ્યુ કે બાંગ્લાદેશના ગરીબ લોકો ભારત આવે છે કારણકે તેમની પાસે પોતાના દેશમાં ભોજન માટે પૂરતો સામાન નથી હોતો. બંગાળમાં ભાજપ આવ્યા બાદ આ ઘૂસણખોરી સંપૂર્ણપણે ખતમ થવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદન પર બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને પોતાની પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને બુધવારે(14 એપ્રિલ) કહ્યુ છે કે બાંગ્લાદેશ વિશે ભારતના ગૃહમંત્રી પાસે સીમિત જ્ઞાન છે. તેમણે એ પણ કહ્યુ કે આ પ્રકારની ટિપ્પણી અસ્વીકાર્ય છે અને ખાસ કરીને જ્યારે બાંગ્લાદેશ અને ભારતના સંબંધો આટલા ઉંડા છે. આ રીતની ટિપ્પણી ખોટા ભ્રમ પેદા કરે છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને દાવો કર્યો છે કે ઘણી બાબતોમાં અમે ભારત કરતા સારા છે.

ભારતીય મીડિયામાં પ્રકાશિત અમિત શાહની ટિપ્પણીઓ વિશે પૂછવા પર બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમનની ટિપ્પણી મંગળવારે રાતે આવી. એકે અબ્દુલ મોમને કહ્યુ, ' દુનિયામાં ઘણા બુદ્ધિમાન લોકો છે, જે કંઈ જોયા પછી પણ જોવા નથી માંગતા, તે એને જાણ્યા બાદ પણ સમજવા નથી માંગતા. પરંતુ જો તેમણે(અમિત શાહ) આ કહ્યુ છે, તો હું કહીશ કે બાંગ્લાદેશ વિશે તેમનુ જ્ઞાન સીમિત છે. બાંગ્લાદેશમાં ભૂખથી કોઈનુ મોત નથી થતુ. બાંગ્લાદેશના ઉત્તરી જિલ્લાઓમાં બસ મોસમી ગરીબી અને ભૂખ છે.'

મોમને કહ્યુ કે, 'અમે ભારત કરતા ઘણી બાબતોમાં વધુ સારા છે. જેવી કે ભારતમાં 50 ટકાથી વધુ લોકો પાસે શૌચાલય નથી જ્યારે બાંગ્લાદેશમાં લગભગ 90 ટકા લોકો ઘણા સારા શૌચાલયોનો ઉપયોગ કરે છે.' બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમને કહ્યુ કે તેમના દેશમાં ભલે ભણેલા-ગણેલા લોકો માટે નોકરીઓ પૂરતી નથી પરંતુ ઓછા શિક્ષિત લોકો માટે એવી કોઈ કમી નથી. અમારા દેશમાં ઓછા શિક્ષિત લોકો માટે રોજગારના ઘણી અવસર છે. બાંગ્લાદેશમાં ભારતનના એક લાખથી વધુ લોકો કામ કરે છે. અમારા લોકો રોજગાર માટે ભારત નથી જતા. અમારે ભારત જવાની જરૂર નથી.

PM મોદી- શાહ માટે મમતાનો ખોટી ભાષાનો ઉપયોગ એ તેમના 'સંસ્કાર'PM મોદી- શાહ માટે મમતાનો ખોટી ભાષાનો ઉપયોગ એ તેમના 'સંસ્કાર'

English summary
Bangladesh Foreign minister comment on Amit Shah remarks, he says such remarks create misunderstanding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X