બાંગ્લાદેશઃ ઢાકામાં 5 ઈમારતમાં લાગેલી ભીષણ આગથી 69ના મોત, 50 ઘાયલ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં લગભગ 5 ઈમારતોમાં આગ લાગી જવાથી ઓછામાં ઓછા 69 લોકો માર્યા જવાના સમાચાર છે. વળી, લગભગ 50 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તમને જણાવી દઈએ કે આ ઈમારતો ચોક બજાર વિસ્તાર પાસે છે. આસપાસ ઘર, દુકાનો અને રેસ્ટોરાં છે. આ આગથી વિસ્તારમાં અફડાતફડીનો માહોલ છે. ફાયરબ્રિગેડ વિભાગ લોકોનો જીવ બચાવવામાં લાગ્યુ છે. આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે જેથી આ આગથી વધુ નુકશાન ન થઈ શકે.
ફાયરબ્રિગેડ વિભાગના ડીજી બ્રિગેડિયર જનરલ અલી અહેમદે જણાવ્યુ કે આ આગ બુધવારે મોડી રાતે એક ઈમારતમાં લાગી અને ધીમે ધીમે ફેલાતી ગઈ. આ ઈમારતોમાં ઘર અને દુકાનો બંને છે. વર્ષ 2010માં અહીં આગ લાગવાથી 123 લોકોના માર્યા ગયા બાદ ચેતવણી આપવામાં આવી હતી કે અહીં આગ લાગવાની સંભાવના વધુ છે કારણકે અહીં કેમિકલ વેરહાઉસ છે. ત્યારબાદ ઑથોરિટીએ બિલ્ડિંગે તેને હટાવવાનું વચન તો આપ્યુ પરંતુ હટાવ્યુ નહોતુ.
ઘાયલોને ઢાકા મેડીકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અહીંની બર્ન યુનિટના હેડ સુમન લતાએ કહ્યુ છે કે ઘણા લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ છે જેના કારણે મૃતકોની સંખ્યા હજુ વધવાની આશંકા છે. તેમણે જણાવ્યુ કે લગભગ 9 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. વળી, ત્યાં હાજર લોકોએ લોકલ ટીવી ચેનલને જણાવ્યુ કે ઈમારતમાં હાજર ગેસ સિલિન્ડર એક બાદ એક ફાટવો શરૂ થઈ ગયો જે બાદ આગે ગંભીર રુપ ધારણ કરી લીધુ. ત્યારબાદ આગ તે ગાડીઓના ફ્યુલ ટેંકો સુધી જઈ પહોંચી જે બાજુના ટ્રાફિક જામમાં ફસાયેલી હતી. તમને જણાવી દઈએ કે આગ હજુ પણ લાગેલી છે અને તેને ઓલવવા માટે કોશિશ ચાલુ છે. વળી, હજુ અમુક લોકો ફસાયેલા છે.
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા મેગા ઑનલાઈન પોલ, જાણો કોની બની શકે છે સરકાર