For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક કર્મીએ કીબોર્ડ પર ઝોકુ ખાધુંને કરોડો રૂપિયા થયા ટ્રાન્સફર

|
Google Oneindia Gujarati News

bank-employee-sleep-on-keyboard
બર્લિન, 11 જૂન : જર્મનીમાં એક બેંક કર્મીને ચાલુ નોકરીએ ઉંઘવું ભારે પડી ગયું છે. વાત એમ છે કે આ બેંક કર્મીને કામ દરમિયાન આવેલા ઝોકાએ બેન્કને નુકસાનમાં ઉતારી દીધી. બેન્કનો આ કર્મચારી કી બોર્ડ પર ઉંઘી જતા 222 મિલિયન યૂરો (અંદાજે 17 અબજ રૂપિયા) ટ્રાન્સફર થઈ ગયાની ઘટના સામે આવી છે.

હકીકતમાં, કામ કરીને થાકી ગયેલા કર્મચારીની સાથે આ દુર્ઘટના આ પ્રમાણે થઈ હતી. બેન્કનાં કર્મચારીને એક ખાતામાંથી અંદાજે 62.40 યુરો ટ્રાન્સફર કરવાનાં હતા પરંતુ રૂપિયા ટ્રાન્સફર કરવા દરમિયાન તેને ઉંઘ આવી ગઈ અને આ કારણે તે કી બોર્ડ પર જ સૂઈ ગયો. કી બોર્ડ પર ઉંઘી જતા તેની આંગળી 2ની કી પર જ રહી ગઈ અને પછી શું હતું...આંકડો સીધો 222,222,222.22 યૂરો પર જઈ પહોંચ્યો.

જો કે, બેન્કે કેટલાક સમય બાદ પોતાની ભૂલ સ્વીકારી તેને સુધારી લીધી, પરંતુ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકાયો છે. ત્યારબાદ બેન્કનો કર્મચારી લેબર કોર્ટમાં ગયો અને અહીં કોર્ટે માન્યું કે કર્મચારીએ જાણી જોઈને ભૂલ નથી કરી આથી કોર્ટે બેન્કને કર્મચારીને ફરીથી નોકરી પર રાખવા આદેશ કર્યો છે.

English summary
Bank employee sleep on keyboard, billion dollar transferred
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X