• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએગાંધી બાપૂને કર્યા યાદ

By Kumar Dushyant
|

ન્યૂયોર્ક, 26 સપ્ટેમ્બર: ઇસ્લામ વિરોધી ફિલ્મના કારણે મુસ્લિમો દેશોમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઇને સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના સંદેશાને ટાંકતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું કે ક્રૂર અને ધૃણાસ્પદ વીડિયો તેમના દેશ પર હૂમલો કરવાનું બહાનુ હોઇ ન શકે.

ઓબામાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વૈશ્વિક નેતાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે છ નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી પહેલાં તેમનું આ તેમનું અંતિમ સંબોધન હતું. તેમને કહ્યું હતું કે બેનગાજીમાં અમારા નાગરિકો પર કરવામાં આવેલો હુમલો અમેરિકા પર હુમલો હતો. આ કોઇ સંદેહ નથી કે અમે હત્યાઓની તપાસ કરવામાં અને ન્યાયના દાયરામાં લાવવા માટે આતુર છીએ.

ઓબામાએ પોતાના સંબોધનની શરૂઆત બેનગાજી હુમલામાં મૃત્યું પામેલા રાજદૂત ક્રિસ્ટોફર સ્ટીવન્સને યાદ કર્યા હતા. તેમને કહ્યું હતું કે જે લોકો ઇસ્લામના પયંગમ્બરનો અનાદાર કરે છે તેમનું ભવિષ્ય નથી. જે લોકો તેની નિંદા કરે છે તેમને ઇસા મસીહાની તસવીર સાથે કરવામાં આવેલી છેડછાડની નિંદા પણ કરવી જોઇએ. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આ સમય ગાંધીજીના તે શબ્દોને યાદ કરવાનો છે કે અસહિષ્ણુતા પણ એક પ્રકારની હિંસા છે અને તે લોકતંત્ર ભાવનાના વિકાસમાં નડતરરૂપ છે.

English summary
President Barack Obama today invoked the words of Mahatma Gandhi in his address to the UN General Assembly as he remembered US envoy to Libya who was killed in violent protests.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X