• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફિલ્મ નહીં આ છે રિયલ 'લાઇફ ઓફ અબ્દુલ્લાહ'

By Super
|

ઇન્ડોનેશિયા, 29 નવેમ્બર:તાજેતરમાં જ ભારતીય અભિનેતા ઇરફાન ખાન અને સુરજ શર્મા અભિનિત એંગ લીની ફિલ્મ 'લાઇફ ઓફ પાય' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. એક પુસ્તક પરથી બનાવવામાં આવેલી આ ફિલ્મ ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે, પરંતુ સાથોસાથ એવો પ્રશ્ન પણ ઉદ્દભવી રહ્યો છે કે, શું ખરેખર બેંગોલ ટાઇગર માનવના મિત્ર હોય શકે ખરા? કદાચ નહીં, પરંતુ અહીં આ ફિલ્મને લગતો જ એક સાચો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઇન્ડોશેનિયામાં રહેતા નિર્ભય અબ્દુલાહનું કહેવું છે કે બેંગોલ ટાઇગર 'મુલાન' તેનો મિત્ર છે. ધ સનમાં છપાયેલા એક અહેવાલ અનુસાર તેણે કહ્યું હતું કે, આ ટાઇગરને તેણે ઉછેરીને મોટી કર્યો છે, આ ટાઇગર જ્યારે તે ત્રણ મહિનાનું નાનું બચ્ચું હતું ત્યારથી તેની પાસે છે આજે તો તે તેની ત્રાડથી બધાને ડરાવે છે, પરંતુ અબ્દુલ્લાહને તેનાથી જરા પણ ડર લાગતો નથી.

કોઇપણ જાતના ખૌફ વગર અબ્દુલ્લાહ એ ટાઇગર સાથે રમે છે, ફાઇટ કરે છે અને તેને કિસ પણ કરે છે. તે તેનો મોટા ભાગનો સમય આ ટાઇગર સાથે જ વિતાવે છે.

English summary
FEARLESS Abdullah Sholeh poses with his best friend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X