For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિડેન અને કમલા હેરિસને ટાઈમ મેગેઝીને પર્સન ઑફ ધી યર બનાવ્યા

બિડેન અને કમલા હેરિસને ટાઈમ મેગેઝીને પર્સન ઑફ ધી યર બનાવ્યા

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ અમેરિકી પ્રેસિડેન્ટ પદ માટે નવા ચૂંટાયેલા જો બિડેન અને વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે નવા ચૂંટાયેલા કમલા હેરિસને પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝીને 2020 માટે પર્સન ઑફ ધી યર ચૂંટ્યા છે. બંનેના ફોટો સાથે લખ્યું- Changing America's Story એટલે કે બદલાતા અમેરિકાની કહાની. પાછલા વર્ષે 16 વર્ષીય જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને ટાઈમ દ્વારા પર્સન ઑફ ધી યરના ખિતાબથી નવાજવામાં આવ્યો હતો.

year ender 2020

બિડેન અને કમલા હેરિસે 7 નવેમ્બરે અમેરિકી ચૂંટણી જીતી ઈતિહાસ રચ્યો હતો. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા. મેગેઝીને બંનેને અમેરિકી ઈતિહાસમાં બદલાવ લાવવા માટે પૉલિટિક્સ કેટેગરીમાં આ ખિતાબ આપ્યો છે. ટાઈમ મેગેઝીને કમલા હેરિસ અને જો બિડેનના પર્સન ઑફ ધી યર ચૂંટાવાને લઈ લખ્યું, અમેરિકાની કહાની બદલવા માટે અને મુશ્કેલ સમયથી પસાર થઈ રહેલ દુનિયાને એક વિઝન આપવા માટે.

ટાઈમના એડિટર ઈન ચીફ એડવર્ડ ફેલ્સેંથલે ટ્વીટ કરી લખ્યું- બિડેન અને કમલા હેરિસે અમેરિકી ઈતિહાસ બદલવાની કોશિશ કરી છે. દેખાડી બતાવ્યું કે લોકોના ભાગલાથી વધુ તાકાત તેમનામાં હમદર્દી દેખાડવામાં હોય છે. બંનેએ દુખમાં ડૂબેલી દુનિયાના જખ્મો પર મલહમ લગાવવાનું વિઝન રજૂ કર્યું છે. દેશનું ભવિષ્ય દાવ પર હોવાની વાત પર કદાચ હાલ અમેરિકા જ સહમત છે, આખરે કેમ? તેના પર ભલે અસહમત હોય.

Flashback 2020: 28 વર્ષ બાદ ચૂંટણી હારનાર પહેલા પ્રેસિડેન્ટ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પFlashback 2020: 28 વર્ષ બાદ ચૂંટણી હારનાર પહેલા પ્રેસિડેન્ટ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ

તેમણે કહ્યું કે બિડેને કમલા હેરિસને વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે આગળ રાખ્યાં, જેમના માતાનો સંબંધ ભારત સાથે અને પિતાનો સંબંધ જમૈકા સાથે છે. જે દેખાડે છે કે અમેરિકા જાતીયતાઓના મિશ્રણ તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે પર્સન ઑફ ધી યરની રેસમાં અમેરિકી ફિઝિશિયન ડૉક્ટર એંથની ફૌસી, રેસિયલ જસ્ટિસ મૂવમેંટ અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા. વર્ષ 2016માં મેગેઝીને ડોનાલ્ડ ટ્રમ્પને પર્સન ઑફ ધી યર ચૂંટ્યા હતા.

English summary
Biden and Kamala Harris were named Time Magazine's Person of the Year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X