For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ એશિયામાં શાંતિ માટે પીએમ મોદીના પ્રયાસોનું સમર્થન કરોઃ જિમ મેટીસ

અમેરિકી સંરક્ષણ મંત્રી જિમ મેટીસે કહ્યુ છે કે હવે સમય આવી ગયો છે જ્યારે દરેકે યુનાઈટેડ નેશન્સ (યુએન) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને સપોર્ટ કરવો જોઈએ.

|
Google Oneindia Gujarati News

અમેરિકાએ પાકિસ્તાનને એક વાર ફરીથી આતંકવાદનો આકરો સંદેશ આપ્યો છે. અમેરિકી સંરક્ષણ મંત્રી જિમ મેટીસે કહ્યુ છે કે હવે સમય આવી ગયો છે જ્યારે દરેકે યુનાઈટેડ નેશન્સ (યુએન) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ પ્રયાસોને સપોર્ટ કરવો જોઈએ જે દક્ષિણ એશિયામાં શાંતિ જાળવી રાખવા માટે કરવામાં આવી રહ્યા છે. આ સાથે મેટીસે પાકને ફરીથી કહ્યુ કે જો તે ઈચ્છતા હોય કે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ યુદ્ધ ખતમ થવુ જોઈએ તો પછી તે તાલિબાનને વાતચીતના ટેબલ પર લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવવી પડશે.

આ પણ વાંચોઃ રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિરઃ રાજનાથ સિંહઆ પણ વાંચોઃ રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિરઃ રાજનાથ સિંહ

jim mattis-modi

મેટીસે આ વાત એ સમયે કહી જ્યારે તે મીડિયાના એ સવાલનો જવાબ આપી રહ્યા હતા જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાક પીએમ ઈમરાન ખાનને લખેલી ચિઠ્ઠી સાથે જોડાયેલો હતો. પોતાની ચિઠ્ઠીમાં ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં શાંતિ માટે ઈમરાનની મદદ માંગી છે. ટ્રમ્પે ચિઠ્ઠીમાં આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે અમેરિકા-પાકિસ્તાનની ભાગીદારી માટે આ મુદ્દાને પાકિસ્તાનનું સંપૂર્ણ સમર્થન મળવુ સૌથી ઉપર છે. મેટીસ સોમવારે પેંટાગોનમાં હતા અને અહીં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. મેટીસે કહ્યુ કે, 'અમેરિકા ઉપ મહાદ્વીપ હવે દરેક જવાબદાર દેશ સામે જોઈ રહ્યુ છે જે શાંતિ પ્રક્રિયામાં મદદ કરી શકે અને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ યુદ્ધ કરી શકાય જેને હવે 40 વર્ષથી વધુ થઈ ચૂક્યા છે.'

આ પણ વાંચોઃ કરતારપુર કૉરિડોર કોઈ ગુગલી નહિ પરંતુ સ્ટ્રેટ ડ્રાઈવ છેઃ પાક પીએમ ઈમરાન ખાનઆ પણ વાંચોઃ કરતારપુર કૉરિડોર કોઈ ગુગલી નહિ પરંતુ સ્ટ્રેટ ડ્રાઈવ છેઃ પાક પીએમ ઈમરાન ખાન

મેટીસે ભારતના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારણનું વાતચીત માટે સ્વાગત કર્યુ. મેટીસે કહ્યુ કે દરેકના માટે હવે સમય આવી ચૂક્યો છે કે જ્યારે યુએન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની અને દરેક તે વ્યક્તિના પ્રયાસોનું સમર્થન કરવુ જોઈએ જે દુનિયામાં શાંતિની કોશિશો કરી રહ્યા છે. મેટીસની માનીએ તો અમેરિકા યોગ્ય રસ્તા પર છે અને કૂટનીતિથી પરિસ્થિતિ સાથે આમ પણ ડીલ કરી રહ્યુ છે જે રીતે કરવુ જોઈએ. વળી, અફઘાનિસ્તાનના લોકોની સુરક્ષા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યા છે.

English summary
Jim Mattis has said that time has come when everyone should support the efforts of PM Narendra Modi for maintaining peace in South Asia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X