• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મેડિસન સ્ક્વેરની જેમ સિડનીમાં પણ નમોની મેગા ઇવેંટ

|

સિડની, 28 ઓક્ટોબર: નવેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા જવાના છે. અમેરિકાની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. હવે અત્રે પણ ન્યૂયોર્કની જેમ મેડિસન સ્ક્વેર ગાર્ડન એરિયાની જેમ મોદી માટે એક મેગા ઇવેંટ આયોજિત કરવામાં આવી રહી છે.

વૈજ્ઞાનિકોથી લઇને ક્રિકેટર્સ પણ હાજરી આપશે
ઓસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં આ પ્રકારની ઇવેંટ માટેની તૈયારી થઇ રહી છે. સિડનીમાં રહેનારા ભારતીય મોદીની આ યાત્રાને લઇને ખાસા ઉત્સાહિત છે. ફેડરલ અને ન્યૂ સાઉથ વેલ્સના 20થી વધારે વરિષ્ઠ મંત્રિયો અને સાંસદોને આ પ્રકારના એક ઇવેંટ માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે, અને તેમણે આ નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.

આ સમારંભમાં ઘણા વૈજ્ઞાનિકો જેમાં પર્યાવરણ વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે, તેઓ પોતાની હાજરી આપશે. ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરનાર એક કમ્યુનિટી લીડર તરફથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

માત્ર રાજનેતા જ નહીં જાણીતા ક્રિકેટર બ્રેટ લી અને ઓસ્ટ્રેલિયાના સફળ ક્રિકેટ કપ્તાન સ્ટીવ વૉગ પણ આ સમારંભમાં હાજરી આપશે. આ મેગા સમારંભને ભારતીય સમુદાય તરફથી આયોજિત કરવામાં આવશે.

વેબસાઇટ દ્વારા રજિસ્ટ્રેશન શરૂ
ભારતીય ઓસ્ટ્રેલિયન કમ્યૂનિટી ફાઉંડેશન આઇએસીએફ આ સમારંભનું મુખ્ય આયોજન કરશે. આ સમુહ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 17 નવેમ્બરના રોજ સિડનીના ઓલ ફોન્સ એરિનામાં મોદીના સન્માનમાં આયોજિત થઇ રહેલા આ સમારંભ માટે ટિકિટોનું વેચાણ માટે લોકોમાં ખાસી માગ છે.

આ સમારંભને લઇને તૈયારીઓ સંપૂર્ણ જોર-શોરથી ચાલી રહી છે. કાર્યક્રમ માટે ન્યૂયોર્કની જેમ જ અત્રે પણ www.pmvisit.org.au વેબસાઇટ દ્વારા રજિસ્ટ્રેશન થઇ રહ્યા છે.

આ કાર્યક્રમ માટે અત્યાર સુધી લગભગ 200 સંગઠનોએ 'રિસેપ્શન પાર્ટનર્સ' તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે.

ત્રણ દિવસ અને 21,000 રજિસ્ટ્રેશન
આઇએસીએફના પ્રવક્તા બાલેશ સિંહે આપેલી જાણકારી અનુસાર માત્ર ત્રણ દિવસમાં જ 21, 000 લોકોએ આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.

બાલેશની માનીએ તો આ ઇવેંટ બિલકૂલ ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનની જેમ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. કમ્યૂનિટી ઓર્ગેનાઇજેશનના સભ્યો માટે હવે પ્રી-રજિસ્ટ્રેશન બંધ થઇ ચૂક્યું છે અને સામાન્ય જનતા માટે 28 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન શરૂ થશે.

જે લોકોએ પણ આ ઇવેંટ માટે રજિસ્ટ્રેશન કરાવવું છે તેમણે આ જ વેબસાઇટ પર જનરલ એડમિશન લોટરી માટે પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ ઇવેંટમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને દર્શાવનાર એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

મોદી એક્સપ્રેસથી પહોંચશે ફેન્સ
  • મોદીના 220 ફેન્સને આ ખાસ કાર્યક્રમ માટે સિડની સુધી લાવવાના ઊદ્દેશ્યથી ખાસ ટ્રેન પણ ચલાવવામાં આવશે.
  • 'મોદી એક્સપ્રેસ' દ્વારા 870 કિમીના અંતરને કાપી મેલબર્નથી સિડની સુધી પહોંચશે.
  • આ ટ્રેનની સુવિધા 17 નવેમ્બરના રોજ યોજાનાર ખાસ કાર્યક્રમ માટે જ કરવામાં આવી છે.
  • ચાર કેરિઝવાળી ટ્રેન ભારતીય તિરંગાવાળા ત્રણ રંગોવાળા ફુગ્ગાઓથી સજેલ હશે.
  • મેલબર્નના સદર્ન ક્રોસ સ્ટેશનથી આ ટ્રેન સવારે 8.30 વાગ્યે સિડની માટટે 16 નવેમ્બરના રોજ રવાના થશે.

બ્રિઝબેનથી મેલબોર્ન સુધી બસ સમારંભ
  • મોદી જી-20 સમિટ માટે પહેલા બ્રિસબેન પહોંચશે.
  • ત્યારબાદ તેઓ કેનબરામાં ઓસ્ટ્રેલિયાઇ સંસદને સંબોધિત કરશે.
  • મેલબર્નમાં વડાપ્રધાન ટોની એબોટ તરફથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ પર સમારંભ.
  • ઓસ્ટ્રેલિયામાં લગભગ 300,000 ભારતીયો રહે છે.
  • સૌથી વધારે સંખ્યા વિદ્યાર્થીઓની છે જે ટેકનિકલ કોર્સનો અભ્યાસ કરે છે.

English summary
After Madison Square now its Sydney's turn to witness another mega Narendra Modi event. Modi will visit Australia for G 20 summit next month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X