For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાએ અમેરિકાની કમર તોડી, 24 કલાકમાં 1169ના મોત, અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો

કોરોનાએ અમેરિકાની કમર તોડી, 24 કલાકમાં 1169ના મોત, અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસે અમેરિકાની કમર તોડીને રાખી દીધી છે. અમેરિકામાં કોરોના વાયરસથી મોતના મામલા તેજીથી વધી રહ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસથી મોતનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. 24 કલાકમાં યૂએસમાં 1169 લોકોના મોત થયાં છે. અગાઉ ગુરુવારે અમેરિકામાં કોરોનાથી 1 દિવસમાં જ 884 લોકોના મોત થયાં હતાં. અમેરિકામાં કોરોના વાયરસથી મોતના મામલા પર નજર નાખીએ તો ત્યાં પાછલા 48 કલાકમાં 1749 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અહીં 2.15 લાખ લોકોથી વધુ સંક્રમિત છે. ગુરુવારે અહીં 884, બુધવારે 884, મંગળવારે અહીં 865 લોકોના મોત થયાં હતાં. અમેરિકામાં મરનારાઓની સંખ્યા 4960 થઈ ગઈ છે.

અમેરિકામાં 2,14,417 સંક્રમિત

અમેરિકામાં 2,14,417 સંક્રમિત

દુનિયાભરના દેશમાં તેજીથી કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. ચીન બાદ ઈટલી, સ્પેન, ઈરાન અને અમેરિકા આનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. ડૉન્સ હૉપકિન્સ યૂનિવર્સિટી તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ, અમેરિકામાં અત્યાર સુધી 4475 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 214417 લોકો કોરોના વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે. કોરોના વાયરસે પાછલા 24 કલાકમાં ત્યાં 1169 લોકોના જીવ છીનવી લીધા છે. અમેરિકામાં કોરોનાથી મોતનો સૌથી મોટો આંકડો છે.

દુનિયમાં 50 હજાર લોકોના મોત

દુનિયમાં 50 હજાર લોકોના મોત

જો એક નજર દુનિયાના દેશો પર નાખીએ તો કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 10 લાખને પાર પહોંચી ગઈ. માત્ર અમેરિકામાં જ 2 લાખથી વધુ લોકો સંક્રમિત છે. ઈટલી અને સ્પેનમાં એક-એક લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 50 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે. કોરોના સંક્રમણના મામલાની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે.

સૌથી વધુ મામલા આ દેશોના છે.

  • અમેરિકાઃ 2 લાખ 14 હજાર 417
  • ઈટલીઃ 1 લાખ 10 હજાર 574
  • સ્પેનઃ 1 લાખ 4 હજાર 118
  • ચીનઃ 82 હજાર 361
  • જર્મનીઃ 77 હજાર 872
  • ફ્રાંસઃ 57 હજાર 749
અમેરિકામાં હાલાત બગડ્યા

અમેરિકામાં હાલાત બગડ્યા

અમેરિકામાં 5000 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે હાલાત વધુ બગડી શકે છે. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ ચેતાવણી જાહેર કરી ચૂક્યા છે કે અમેરિકામાં આગલા 2 અઠવાડિયા બહુ ખતરનાક થશે અને ચિંતાજનક થઈ શકે છે. કોરોના સંક્રમણના મામલામાં તેજી આવી શખે છે. જ્યારે અમેરિકાની યૂએસ કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખ ડેબોરા બિર્સે કહ્યું કે અહીં કોરોનાને પગલે 1 લાખથી 2.4 લાખ લોકોના મોત થઈ શકે છે.

કોરોના સામે લડવા માટે વિશ્વ બેંકે આર્થિક મદદનું એલાન કર્યું, ભારતને 1 અબજ ડૉલર મળશેકોરોના સામે લડવા માટે વિશ્વ બેંકે આર્થિક મદદનું એલાન કર્યું, ભારતને 1 અબજ ડૉલર મળશે

English summary
Biggest Death rate : US virus deaths hit new daily high of 1,169 in 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X