• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મચ્છર ખતમ કરવા 10 લાખ ડોલર ખર્ચ કરશે બિલ ગેટ્સ

|

વોશિંગટન, 28 જુલાઇઃ ઘરમાં મચ્છર મારવા માટે અત્યારસુધી 20 રૂપિયાની ક્વાઇલ લાવતા હશે, અથવા તો 60 રૂપિયાનું ગુડનાઇટ મેટ અથવા 55 રૂપિયાનું ઓલઆઉટનો ઉપયોગ કરતા હશો. ટૂંક સમયમાં એક એવી મશીન આવી રહી છે, જેને ઓન કરતા જ ઘરમાં મચ્છર અને અન્ય કીડા ગાયબ થઇ જશે અને તમે સહેલાયથી ઉંઘી શકશો, પરંતુ તેમને સારી ઉંઘ આવે એ માટે માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ 10 લાખ ડોલર ખર્ચવા જઇ રહ્યાં છે, જી હાં, મચ્છર મારવાની નવી ટેક્નિકને વિકસાવવા માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશને આ પગલું ભર્યું છે.

વિશ્વમાંથી મલેરિયાને જડમૂડમાંથી નાબૂક કરવાના હેતુમાં આગળ વધી રહેલા ગેટ્સ ફાઉન્ડેશને કોલંબિયાના એક વૈજ્ઞાનિકની શોધ પર પૈસા લગાવવાનો નિર્ણય કર્યો છે. કોલંબિયા વિશ્વવિદ્યાલયના એસોસિએય પ્રોફેશન જલોબલ્સ માર્કાએ એક લેજર મશીન વિકસિત કરી છે, જે મોસ્કિટો રિપેલેન્ટનું કામ કરે છે.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે અત્યારસુધીની તમામ મોસ્કિટો રિપેલેન્ટ મશીનો અને યંત્રોથી અનેકગણું અસરકારક મશીન બનાવવામા આવશે. આ મીશનથી ‘કોન' પ્રકાશના કિરણો નિકળશે જે આખા પરિવારને સારી ઉંઘ બક્ષશે.

નોંધનીય છે કે આ વિચાર ઘણા વર્ષો પહેલા આવ્યો હતો કે પ્રકાશના વાદળતી મચ્છર ભાગી જાય છે, આ વિચારને મશીનમાં પરિવર્તિત કરનાર આ વૈજ્ઞાનિકે પોતાના આ યંત્રને બિલ ગેટ્સ સમક્ષ રાખ્યું તે તેણે કોઇપણ જાતના અવરોધ વગર 10 લાખ ડોલર ખર્ચ કરવાનો નિર્ણય કરી લીધો. આ હેઠળ બિલગેટ્સ ફાઉન્ડેશન આ દિસામાં કામ કરશે કે કેવી રીતે આ મશીનનું ઉચ્ચ સ્તરે નિર્માણ કરવામાં આવે.

બિલ ગેટ્સ ફાઉન્ડેશનના આંકડાઓ અનુસાર દર વર્ષે વિશ્વમાં 10 લાખ લોકો મેલેરિયાથી મરે છે, જેમાંના 90 ટકા મોત માત્ર આફ્રિકામાં થાય છે. મૃતકોમાં 85 ટકા બાળકો સામેલ છે.

English summary
Bill Gates Foundation is battling the spread of malaria is investing dollar 1 million in ultimate mosquito deterrent - a laser defense system discovered by Columbia professor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X