• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રોકાણકારોએ ગ્રાહકો માટે કહ્યુ , ‘તેમની સાથે ડીલ કરવુ યુવતીના પેંટની અંદર જવા સમાન’

|
Google Oneindia Gujarati News

એક રોકાણકારે આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં એક એવી ટિપ્પણી કરી દીધી છે જે બાદ વિવાદ પેદા થઈ ગયો છે. આ રોકાણકારે નવા ગ્રાહકોની તુલના મહિલાઓના જનનાંગો સાથે કરી દીધી છે. આનુ નામ છે કેન ફિશર અને તે અમેરિકાનો અબજપતિ રોકાણકાર છે. ફિશરે નવા ક્લાઈન્ટ્સ સાથે ડીલ કરવાને એકદમ કોઈ યુવતીના પેંટની અંદર જવા સમાન ગણાવ્યુ છે. ફિશરે મંગળવારે સેન ફ્રાન્સિસ્કોમાં ચાલુ એક કૉન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી છે. જો કે બાદમાં વિવાદ વધતા તેણે પોતાની સફાઈ પણ આપી છે.

શું હતી ફિશરની ટિપ્પણી

શું હતી ફિશરની ટિપ્પણી

ફિશરે કૉન્ફરન્સમાં કહ્યુ હતુ, હું નથી ઈચ્છકોકે તમે મને એપસ્ટિન સાથે કન્ફ્યુઝ કરો જે મહિલાઓના પેંટ ઉતારી દેતો હતો. પરંતુ હું એકદમ બુઢા યુવકોના ક્લબમાં શામેલ થવા નથી ઈચ્છતો. રેચેલ રોબાસ્કોટી જે ત્યાં હાજર હતી તેમણે ફિશરની આ ટિપ્પણીને સાંભળી હતી. ફિશર પોતાની વાત દ્વારા એ આરોપી તરફ ઈશારો કરી રહ્યા હતા જે સતત સેક્સ ક્રાઈમમાં શામેલ હતો. આ કાર્યક્રમની મેજબાની ટિબ્યુરૉનસ્ટ્રેટેજિક એડવાઈઝર્સ તરફથી કરવામાં આવી હતી. આમાં એન્ટ્રી માટે પ્રતિ વ્યક્તિ 25,000 ડૉલરની ફી નક્કી કરવામાં આવી હતી અને આમંત્રિત મોટાભાગના લોકો ઈન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સ હતા. રોબાસ્કોટીએ જણાવ્યુ કે 220માંથી માત્ર 15 મહિલાઓ હતી. અમુક લોકોએ ફિશરની ટિપ્પણી સામે અવાજ ઉઠાવ્યો હતો.

ફિશરની ટિપ્પણીથી દરેક જણ દુઃખી

ફિશરની ટિપ્પણીથી દરેક જણ દુઃખી

ફિશરની આ ટિપ્પણી બાદ એ તરફ ધ્યાન ગયુ છે કે કઈ રીતે રોકાણના ક્ષેત્રમાં શામેલ મહિલાઓને ઘણી વાર સેક્સિઝમનો સામનો કરવો પડે છે. રોબાસ્કોટીએ કહ્યુ કે જ્યારે અમે લોકોને જણાવીએ છીએ કે તેમણે મહિલાઓને કઈ નજરથી જોવાનુ છે તો પછી આપણે પણ બાકી પુરુષો જેવા જ થઈ જઈએ છે જેમના વિચારો બહુ નિમ્મ હોય છે. તેમણે કહ્યુ કે ફિશર આ કૉન્ફરન્સ દ્વારા લોકોને એ જણાવવાની કોશિશ કરી રહ્યા હતા કે જે લોકો સફળ નથી તેમણે દુનિયાને કઈ રીતે જોવાની કોશિશ કરવી જોઈએ. તેમણે કહ્યુ કે દરેક જણ દુઃખી હતુ અને કોઈએ પણ આ રીતની વાત ક્યારેય નહોતી સાંભળી.

પોતાની વાતથી ફરી ગયા ફિશર

પોતાની વાતથી ફરી ગયા ફિશર

ફિશરે પોતાની આ ટિપ્પણી માટે જો કે માફી માંગી લીધી છે. તેમનુ કહેવુ છે કે તેમણે આ રીતની વાત નહોતી કરવી જોઈતી. ફિશરના શબ્દોમાં, ‘મારા અમુક શબ્દો જે મે પોતાની વાત રાખવા માટે ઉપયોગ કર્યા તે ખોટાહતા અને મારે આ રીતની ટિપ્પણી નહોતી કરવી જોઈતી. મને અહેસાસ થયો કે આ રીતની ભાષાને અમારી કંપની કે પછી ઈન્ડસ્ટ્રીમાં કોઈ સ્થાન નથી. હું દિલથી માફી માંગુ છુ.' વળી, અમુક લોકોએ દાવો કર્યો છે કે ફિશરે બ્લૂમબર્ગને આપેલા પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની ટિપ્પણીને વધુ મહત્વ નહોતુ આપ્યુ.

ફિશરની વાતો હેરાન કરનારી

ફિશરની વાતો હેરાન કરનારી

બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ, હું ઘણી બધી વાતો કહેતો રહુ છુ, ઘણી વાર બીજી જગ્યાઓ પર આ રીતની વાતોને કોઈ વધુ પ્રતિક્રિયા નથી આપતુ અને ના ક્યારેય પ્રતિક્રિયા આપવામાં આવી. કૉન્ફરન્સમાં આવેલા એલેક્સ શેલકિયન જે ઈનવેસ્ટમેન્ટ ફર્મ લેક એવન્યુ ફાઈનાન્સિયલના ફાઉન્ડર છે તેમનુ કહેવુ છે કે ફિશરે જે કંઈ પણ કહ્યુ તે ખરેખર ડરાવનારુ છે. તેમણે કહ્યુ કે ફિશરે મહિલાઓના જનનાંગો પર ટિપ્પણી કરી. તેમણે એક યુવતીનો ઉલ્લેખ કર્યો અને જેફ્રી એપસ્ટિનની વાત કરી. આ ખરેખર ડરાવનારુ અને હેરાન કરનારુ છે.

English summary
Billionaire investor Ken Fisher sparked a controversy this week over a sexist comment at an investment conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X