રશિયાઃ એન્જીનમાં પક્ષી ફસાયું, પાયલટે મકાઈના ખેતરમાં પ્લેન લેન્ડ કરી 233ના જીવ બચાવ્યા
રશિયામાં પક્ષીઓ વિમાન સાથે ટકરાયા બાદ મકાઈના એક ખેતરમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. જો કે પાયલટની સમજ શક્તિને કારણે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી અને તમામ યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા છે. આ ફ્લાઈટમાં કુલ 233 લોકો સવાર હતા. જો કે ઘટનાને પગલે 23 લોકો ઘાયલ થાય છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

ઈમરજન્સી લેન્ડિંગ
વિમાનની આ લેન્ડિંગ કોઈ ચમત્કારથી કમ નથી. જણાવી દઈએ કે આ ફ્લાઈટે મોસ્કોના એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. પરંતુ ત્યારે જ પક્ષીઓનું એક ટોળું વિમાન સાથે ટકરાયું હતું. ઘટનાને પગલે વિમાનના એન્જીનમાં પક્ષી ફસાઈ ગયું હતું અને, આ સ્થિતિમાં વિમાન ઉડાવી શકાય તેમ નહોતું જે બાદ પાયલટે સમજદારી દાખવીને વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.

ખેતરમાં ઉતાર્યું પ્લેન
જણાવી દઈએ કે વિમાન એરપોર્ટથી એક કિલોમીટર દૂર હોવાના કારણે પાયલટે અચાનક શહેરના દક્ષિણપૂર્વી વિસ્તારમાં એક મકાઈના ખેતરમાં જ લેન્ડિંગ કરાવવું પડ્યું. સમુદ્ર અને નદીમાં વિમાન ઉતારવું સહેલું છે પરંતુ ખેતરમાં વિમાન ઉતારવાનો ફેસલો જોખમભર્યો છે પરંતુ પાયલટે આ જોખમ લીધું અને વિમાનને સફળતાપૂર્વક જમીન પર ઉતાર્યું.
જીવની પરવા કર્યા વિના એમ્બ્યુલન્સને રસ્તો દેખાડવા 12 વર્ષનો બાળક પાણીમાં ઉતરી ગયો

23 લોકો ઘાયલ
233 યાત્રીથી ભરેલ આ ફ્લાઈટના લેન્ડિંગમાં જો થોડી પણ ચૂક થઈ હોત તો મોટી દૂર્ઘટના સર્જાઈ હોત. મૉસ્કો એરપોર્ટથી ઉડાણ ભરનાર આ યૂરાલ એરલાઈન્સનું વિમાન એરબસ 321ના એન્જીનમાં પક્ષી ફસાઈ ગયાં હતાં, જેના કારણે ઉડાણ ભરવામાં તકલીફ થઈ રહી હતી. રૂસી સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ વિમાનમાં 233 લોકો સવાર હતા જેમાંથી 23 લોકો ઘાયલ થયા છે, પરંતુ પાયલટની સમજદારીને કારણે કોઈપણ યાત્રીના મોતના ખરાબ સમાચાર સાંભળવા નથી મળ્યા.