For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશનિંદા કેસમાં અભિનેત્રી વીણા મલિકને 26 વર્ષની સજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 26 નવેમ્બર: પાકિસ્તાનના સૌથી મોટા મીડિયા સમૂહ જિયો ટીવીના અનુસાર, અભિનેત્રી વીણા મલિક અને તેના પિતાને આતંકવાદ-વિરોધી કોર્ટે કથિત રીતે ઇશનિંદા કરનાર કાર્યક્રમ પ્રસારિત કરવા પર 26 વર્ષની કેદની સજા સંભળાવી છે.

જિયો અને જંગ સમૂહના માલિક મીર શકીલ-ઉર-રહેમાન મે મહિનામાં જિયો ટીવી પર ઇશનિંદા કરનાર કાર્યક્રમના પ્રસારણની પરવાનગી આપવાનો આરોપી છે. આ કાર્યક્રમમાં અભિનેત્રી વીણા મલિક અને તેમના પતિ બશીરના 'નકલી નિકાહ'માં ધાર્મિક ગીત વગાડવામાં આવ્યા હતા. ન્યાયાધીશ શાહબાજ ખાને વીણા મલિક અને બશીર સહિત ટીવી શોની મેજબાન શાઇસ્તા વાહિદીને પણ 26 વર્ષની જેલની સજા સંભળાવી છે.

આતંકવાદ વિરોધી કોર્ટે આરોપીઓ પર 13 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ લગાવ્યો છે અને આદેશ આપ્યો છે કે રકમ જમા ન કરાવવાની સ્થિતિમાં ધનની પૂર્તિ માટે તેમની સંપત્તિ વેચી દેવામાં આવે. જજે પોતાના નિર્ણયમાં કહ્યું કે ચારેય આરોપીએ ઇશનિંદા કરી છે. એક અધિકારીએ જણાવ્યું છે કે કોર્ટે પોતાના 40 પાનાના નિર્ણયમાં પોલીસને દોષીઓને ધરપકડ કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું છે કે દોષી ગિલ્ગિત-બાલ્ટિસ્તાન ક્ષેત્રીય હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. સમાચાર મળ્યા છે કે ચારેય અત્યારે પાકિસ્તાનની બહાર છે.

veena-malik-190713

જિયો અને જંગ સમૂહના માલિક મીર શકીલ-ઉર-રહેમાન સંયુક્ત અરબ અમીરાતમાં રહે છે અને બાકી ત્રણ પણ ઉગ્રવાદી સંગઠનો દ્વારા ધમકીઓ મળ્યા બાદ દેશથી બહાર જતા રહ્યાં છે. એ પણ ખબર નથી કે ક્યારે ધરપકડ કરવામાં આવશે. જો કે ઇશનિંદા સંબંધી આરોપ લગાવ્યા બાદ જિયો એંડ જંગ સમૂહના માલિક મીર શકીલ-ઉર-રહેમાન અને શોની મેજબાન વાહિદી બંનેએ જ માફી માંગી હતી, પરંતુ દેશના કટ્ટરપંથીઓએ તેનો અસ્વિકાર કરી દિધો છે.

English summary
The owner of Pakistan's biggest media group, Geo TV along with actor Veena Malik and her husband was sentenced to 26 years in prison by an anti-terrorism court for allegedly airing a blasphemous programme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X