
ફરી દુર્ઘટનાગ્રસ્ત બન્યું બોઈંગ 737, અમેરિકાની નદીમાં ખાબક્યું પ્લેન, બધા પ્રવાસીઓ સુરક્ષિત
વૉશિંગ્ટનઃ બોઈંગ 737 ફરી એકવાર દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે અને આ દુર્ઘટના અમેરિકામાં થઈ છે. અહીં પર ગ્વાનતનામો બેથી આવી રહેલ બોઈંગ 737 રનવે પરથી લપસી ફ્લોરિડામાં સેન્ટ જોન્સ નદીમાં જઈને ખાબક્યું હતું. સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં બધા જ યાત્રીઓ સુરક્ષિત રીતે બચી શક્યા. શુક્રવારે સાંજે થયેલ આ દુર્ઘટનાના સમયે પ્લેનમાં 142 યાત્રી અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. યુદ્ધસ્તરે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

યાત્રીઓ સુરક્ષિત
જૈકસનવિલે શેરિફની ઑફિસ તરફતી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે દરેક યાત્રીઓ સુરક્ષિત છે અને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. જૈકસનવિલેના મેયર લેની કરીએ આ વાતની પુષ્ટિ કરી છે કે વ્હાઈટ હાઉસ તરફથી મદદની ઑફર રવામાં આવી છે. ફોટો પરથી માલુમ પડે છે કે પ્લેન મિયામી એરલાઈન્સનું હતું.

નેવલ સ્ટેશનેથી કર્યું હતું ટેકઑફ
ક્યૂબાના ગ્વાનતનામો બે સ્થિત નેવલ સ્ટેશનથી આ પ્લેને ટેકઑફ કર્યું હતું. જેને ફ્લોરિડાના જૈક્સનવિલે સ્થિત નેવલ સ્ટેશન પર લેન્ડ કરવાનું હતું. ઘટના લેન્ડિંગ સમયે થઈ જ્યારે પ્લેન રનવે મિસ કરી ગયું અને સીધું જ નદીમાં જઈને ખાબક્યું. મેયર કેરીની ઑફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે પ્લેન ડૂબ્યું નથી અને નેવી મરીન્સ પણ બચાવ કાર્યમાં લાગી ગયા છે.
|
કોમર્શિયલ નહિ પ્રાઈવેટ જેટ હતું
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશના પૂર્વ ઈન્સ્પેક્ટર ડેવિડ સાઉસીએ સીએનએનને જણાવ્યું કે આ એક પ્રાઈવેટ જેટ હતું. શરૂઆતમાં મેયર કેરીએ આને એક કોમર્શિયલ ફ્લાઈટ ગણાવી હતી. કેરીએ જણાવ્યું કે પ્લેનથી દરેક યાત્રીને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા છે અને કોઈને ઈજા થઈ નથી.
ઓરિસ્સામાં ભારે તબાહી બાદ હવે પશ્ચિમ બંગાળ સાથે ટકરાયું Cyclone Fani