• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરાચીમાં વિસ્ફોટ, 3ના મોત 50 ઘાયલ

|

કરાચી, 2 જાન્યુઆરી: પાકિસ્તાનના કરાચીમાં એક ભીડભાડવાળા ચોકમાં શક્તિશાળી વિસ્ફોટમાં 50થી વધારે લોકો ઘાયલ થયા છે જ્યારે આ વિસ્ફોટમાં ત્રણથી વધારે લોકોનું મોત થયું છે.

ઝિણ્ણા મેદાન પાસ આવેલ આએશા ઇમારત ચોક પાસે આ વિસ્ફોટ થયો હતો. મુતાહિદા કૌમી મુવમેન્ટે બપોરે ઝિણ્ણા મેદાનમાં એક રેલીનું આયોજન કર્યું હતું. પ્રત્યક્ષદર્શિયોએ જણાવ્યું કે સાંજે લગભગ સવાસાત વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. રેલીમાંથી પાછા ફરી રહેલા લોકો આ વિસ્ફોટની ઝપેટમાં આવી ગયા હતા.

પોલીસે મીડિયાને જણાવ્યું કે બોમ્બ એક મોટરસાયકલમાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. મોટરસાયકલ પાસે ઉભેલી ત્રણ બસો અને અન્ય ઘણા વાહનોને ક્ષતિ પહોંચી હતી. પોલીસે આ વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.

English summary
Bomb blast in karachi, 3 dead and 50 injured yesterday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X