9/11ની 18મી વર્ષગાંઠ પર કાબુલમાં અમેરિકાના દૂતાવાસ પાસે બ્લાસ્ટ
કાબુલઃ અફઘાનિસ્તાનમાં જેવી રીતે હાલમાં જ કાબુલમાં તાલિબાને આતંકી હુમલો કર્યો હતો તે બાદ અમેરિકાએ તાલિબાન સાથે શાંતિ વાર્તાને સ્થગિત કરી દીધી હતી. પરંતુ આના જવાબમાં ફરી એકવાર કાબુલમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે. બુધવારે અમેરિકાના દૂતાવાસ પાસે એક વિશાળ બ્લાસ્ટ થયો. સોશિયલ મીડિયા પર આ ધમાકાની તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે અમેરિકી દૂતાવાસની બિલ્ડિંગ પાસે ભારે ધૂમાડા ઉઠી રહ્યા છે, આ જગ્યા પર અમેરિકા સિવાય અન્ય કેટલાક દેશોના દૂતાવાસ પણ આવેલાં છે.
આ બ્લાસ્ટ 9/11ની 18મી વર્ષગાંઠ પર થયો છે. શિન્હુઆના અહેવાલ મુજબ આ ધમાકો રૉકેટ બ્લાસ્ટથી કરવામાં આવ્યો છે. જો કે આ વિસ્ફોટને પગલે હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ આવ્યા નથી અને આ હુમલાની એકેય આતંકી સંગઠનોએ પણ જવાબદારી સ્વીકારી નથી. પરંતુ જણાવી દઈએ કે અમેરિકાએ જ્યારે તાલિબાન સાથે વાર્તા રદ્દ કરી હતી ત્યારે તાલિબાને કહ્યું હતું કે તેઓ આનો જવાબ આપશે.
કાશ્મીરનો ઉલ્લેખ કરવા પર ભારતે પાકિસ્તાન અને ચીનને ફટકાર લગાવી