For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલમાં આત્મઘાતી હુમલો, 10ના મોત

|
Google Oneindia Gujarati News

kabul
કાબુલ, 16 જાન્યુઆરીઃ અફઘાનિસ્તાનના કાબુલમાં બુધવારે એક શક્તિશાળી આત્મઘાતી વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ જાસૂસી એજન્સીના પરિસર અને ગૃહ મંત્રાલયના કાર્યલય નજીક થયો. ઉપરાંત ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. ગોળીબારનો અવાજ ફ્રાસના દૂતાવાસ નજીક સાંભળવા મળ્યો છે.

પ્રારંભિક અહેવાલ અનુસાર વિસ્ફોટનું સ્થાન પોલીસ મુખ્યાલય, રાષ્ટ્રીય જાસૂસી મુખ્યાલય અને આંતરિક મંત્રાલય નજીકના ક્ષેત્રમાં હોવાનું જણાવાયું છે. એક રાજકીય સૂત્રે જણાવ્યું છે કે, બપોરે અમે જોરદાર ધમાકાનો અવાજ સાંભળ્યો અને બાદમાં અમે ગ્રીન ઝોન પાસે ગોળીઓ ચલાવવામાં આવી હોવાનો અવાજ પણ સાંભળ્યો હતો.

નાટોના ઇન્ટરનેશનલ સિક્યોરિટી એસિસ્ટન્ટ ફોર્સના એક પ્રવક્તાએ વિસ્ફોટ અને ગોળીબાર થયો હોવાની વાતની પૃષ્ટિ કરી છે, પરંતુ તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઇપણ આઇએસએએફની સંલિપ્તતા નથી અને તેમને વિસ્ફોટના કારણો અને ઇજાગ્રસ્તો અંગે કોઇ માહિતી નથી.

કાબુલમાં સતત તાલિબાનીઓના નિશાના પર રહ્યાં છે, જે હામિદ કરજાઇ સરકાર અને નાટોના સમર્થકો વિરુદ્ધ યુદ્ધ છેડાતું રહ્યું છે. 17 ડિસેમ્બરે થયેલા તાજા હુમલામાં એક તાલીબાની કારમ બોમ્બે કાબુલમાં અમેરિકન સુરક્ષાદળોને નિશાના પર બનાવવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું અને ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા. 18 સપ્ટેમ્બરે એક આત્મઘાતી કાર બોમ્બમાં 12 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં આઠ દક્ષિણ આફ્રિકન નાગરીકો પણ સામેલ હતા.

English summary
A car bomb exploded in front of the gates of the Afghan intelligence agency on Wednesday near heavily barricaded government buildings and Western embassies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X