For Quick Alerts
For Daily Alerts
69 વર્ષ બાદ લાઇબ્રેરી પરત ફર્યું એક પુસ્તક
ટાલ્લિન, 18 માર્ચઃ એસ્ટોનિયાની રાજધાની ટાલ્લિનની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં એક વ્યક્તિએ 69 વર્ષ બાદ એક પુસ્તક પરત કર્યું. લાઇબ્રેરીને ક્યારેય આશા નહોતી કે કોઇ વાચક 69 રન પહેલા લેવામાં આવેલા પુસ્તકને પરત કરવા માટે આવશે. ફ્રાન્સના પ્રસિદ્ધ લેખક એમિલી જોલા સમકક્ષ ગણાતા એસ્ટોનિયાના પ્રસિદ્ધ લેખક એડવર્ડ વિલ્ડેના 1896માં પ્રકાશિત થયેલા પુસ્તક 'કુલમાલે માલ્લે'ને એક વ્યક્તિ સાત માર્ચ 1944ના રોજ લાઇબ્રેરીમાંથી લઇ ગયો હતો. લાઇબ્રેરીના કર્મચારીઓએ જણાવ્યા પ્રમાણે જ્યારે 89 વર્ષની વ્યક્તિ આ પુસ્તક પરત કરવા માટે આવી તો બધા ચકિત થઇ ગયા કે, 69 વર્ષ પછી પણ કોઇને લાઇબ્રેરીમાં પુસ્તક પરત કરવાનું યાદ હોય છે ખરું.
લાઇબ્રેરીના કર્મચારીઓએ જણાવ્યું કે પુસ્તક પરત કરવા આવેલા વૃદ્ધ ગભરાયેલા હતા અને પુસ્તક પરત કરવામાં થયેલા મોડાના કારણે જે દંડ થશે તેને લઇને ડરેલા હતા. પુસ્તક મોડેથી પરત કરવા બદલ જે દંડ થાય તે અંદાતે 1400 પાઉન્ડની આસપાસ હતું. જો કે, વૃદ્ધે દંડની રકમ અંગે વાત કરી, પરંતુ કર્મચારીઓ જૂના પુસ્તકને પરત જોઇને ઘણા ખુશ હતા અને દંડની કોઇ રકમ એ વૃદ્ધ વ્યક્તિ પાસેથી લીધી નહોતી.
આ વૃદ્ધે કહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે હવાઇ હુમલાઓમાં પુસ્તકાલયની ઇમારત ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી, જેના કારણે તે પુસ્તક પરત કરી શક્યો નહોતો. નોંધનીય છે કે આ પુસ્તક આપવામાં આવ્યાને ત્રણ-ચાર દિવસ બાદ જ પુસ્તકાલય પર હવાઇ હુમલો થયો હતો અને ઇમારત ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી.