બુકીઓનું અનુમાન : આ વર્ષે નોબેલ મલાલા યુસુફઝઇને મળશે
લંડન, 11 ઓક્ટોબર : વિશ્વભરના બુકીઓનું માનવું છે કે વર્ષ 2013નો નોબેલ શાંતિ પુરસ્કાર આ વર્ષે પાકિસ્તાનની એક્ટિવિસ્ટ મલાલા યુસુફઝાઇને મળવાની સંભાવના સૌથી વધારે છે. મહિલાઓના અધિકાર માટે સંઘર્ષરત 16 વર્ષની પાકિસ્તાની માનવઅધિકાર કાર્યકર્તાને ગયા વર્ષે તાલિબાની ઉગ્રવાદીઓએ ગોળી મારીને ઘાયલ કરી દીધી હતી.
બ્રિટનની બુકી ફર્મ 'વિલિયમ હિલ'ના જણાવ્યા અનુસાર મલાલાને આ પુરસ્કાર મળવની શક્યતા 7માંથી 4 જેટલી છે. ફર્મની વેબસાઇટના જણાવ્યા અનુસાર બીજા ક્રમે કોંગોલેઝની મહિલા ચિકિત્સક ડેનિસ મુકવેગે છે. જેમણે કોંગોમાં યુદ્ધ દરમિયાન બળાત્કારનો ભોગ બનેલી હજારો મહિલાઓના જીવ બચાવ્યા હતા. તેમને નોબલ પુરસ્કાર મળવાની સંભાવના 6માંથી 4 જેટલી છે.
જ્યારે ત્રીજા નંબર પર આ બંનેથી ઘણા પાછળ રહી ચૂકેલા એડવર્ડ સ્નોડેન અને અમેરિકન સામાજિક કાર્યકર્તા જેન શાર્પનું નામ આવે છે. જેન શાર્પ અહિંસાના માધ્યમથી તાનાશાહીની વિરુદ્ધ સંઘર્ષ કરવાની પદ્ધતિઓનો પ્રચાર કરે છે. આ બંનેને નોબલ પુરસ્કાર મળવાની શક્યતા 20માંથી 1 જેટલી છે.