For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BRICS : ડોકલામ વિવાદ પછી પહેલી વાર મળ્યા મોદી અને જિનપિંગ

પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આજે બ્રિક્સ સમિટ દરમિયાન એક બેઠક કરી. ડોકાલામ વિવાદ પછી પહેલી વાર બન્ને દેશોના પ્રતિનિધિઓ મળ્યા હતા.

|
Google Oneindia Gujarati News

બ્રિક્સના 9માં સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે એકબીજા સાથે મુલાકાત કરી હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ પ્રસંગે કહ્યું કે ચીન ભારત સાથે પંચશીલના પાંચ સિદ્ધાંતો મુજબ કામ કરવા તૈયાર છે. ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત વખતે ચીન તરફથી જ્યાં ચીનના વિદેશ મંત્રી, સ્ટે કાઉન્સલર યાંગ જીએચી અને ચીફ સ્પોકપર્સન લૂ કાંગ હાજર હતા ત્યાં જ ભારત તરફ રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોવાલ, વિદેશ સચિવ એસ. જયશંકર હાજર રહ્યા હતા.

modi and jinping

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની સેનાઓ ડોકલામમાં લાંબો સમય સુધી સ્ટેન્ડ ઓફ કર્યા પછી પહેલી વાર આ બન્ને દેશોના નેતા ચીનની બ્રિક્સ સમિટમાં મળી રહ્યા હતા. નોંધનીય છે કે બ્રિક્સ સમિટ પહેલા જ બન્ને દેશોએ પોત પોતાની સેના પાછી લેવાની વાત કરી હતી. વધુમાં આ બેઠક પહેલા જ સમિટના છેલ્લા ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીએ તમામ દેશોને સૌનો સાથ સૌના વિકાસની વાત પર ભાર મૂકવાની વાત કહી હતી. ત્યારે ચીની સ્પોકપર્સને આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે બન્ને દેશો જલવાયુ પરિવર્તન અંગે ચર્ચા કરી હતી.

English summary
Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping on Tuesday met for the first time after the resolution of Doklam standoff.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X