• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્રિકેટ, ફૂટબોલ કોચ તો જોયા હશે, હવે મળે સેક્સ કોચને

By Super
|

લંડન, 23 મેઃ ભણવા માટે કોચિંગ ક્લાસિસ, ક્રિકેટ શિખવા માટે ક્રિકેટ કોચ, ફુટબોલ માટે અલગ અને બેડમિન્ટન માટે અલગ કોચ, એટલે કે આજની તારીખમાં જે વસ્તુમાં તમારે કુશળતા હાંસલ કરવી છે, તો તમે તેનું કોચિંગ મેળવી શકો છો. શું તમને ખબર છે, બ્રિટનમાં હવે સેક્સના કોચિંગ ક્લાસ પણ ઉપલબ્ધ છે. આ કોઇ ખાનગી કંપનીનું રેકેટ નહીં પરંતુ સરકાર દ્વારા માન્યત પ્રાપ્ત છે.

તમે ચોંકી ગયા હશો, પરંતુ આ સાચી વાત છે. બ્રિટનમાં હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં જો તમે સેક્સ કોચ બનવા માગો છો, તો તમારે સરકાર પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે. સર્ટિફિકેટ મળ્યા બાદ તમારી પાસે કોલ આવવાના શરૂ થઇ જશે. સરકારે આ સર્ટિફિકેટ સેક્સ થેરાપિસ્ટને આપે છે, જેમનું કામ હોય છે, લોકોને સેક્સુઅલ હેલ્થને સારી બનાવી રાખવા, અથવા તો લોકોની સેક્સુઅલ પ્રોબ્લેમ દૂર કરવી.

બ્રિટનના સમાચાર પત્ર ધ ઇન્ડિપેન્ટમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર 51 વર્ષિય જેન સરકારી સેક્સ કોચનું કામ કરે છે. આ ઉપરાંત માઇક લાઉસાડા પણ સેક્સ કોચ તરીકે કામ કરે છે. માઇક પહેલા કોર્પોરેટ કંપનીમાં કાર્યરત હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે સેક્સ થેરાપિસ્ટનું કામ કરે છે, તેમની ખાસ વાત એ છે કે તે પોતાના નિયમના ઘણા પાકા હોય છે. તે ક્યારેય પોતાના ક્લાઇન્ટથી યૌન સંબંધ સ્થાપિત નથી કરતા. માત્ર યૌન સંબંધ સ્થાપિત કરનારને કોચિંગ આપે છે.

આટલું વાંચ્યા બાદ તમારા મનમાં અનેક ભ્રમ પેદા થયા હશે, જેથી તમારા ભ્રમને દૂર કરવા માટે નીચે તસવીરોમાં આપવામાં આવેલા તથ્યોને ધ્યાનથી વાંચો. નહીંતર આપ અધુરી જાણકારી સાથે આગળ વધી જશો.

આખા વિશ્વમાં કુલ 80 કોચ

આખા વિશ્વમાં કુલ 80 કોચ

લંડનના ડો. બ્રિટન અનુસાર હાલના આંકડા તેમની પાસે નથી કે બ્રિટનમાં કેટલા કોચ છે, હા એક સર્વે અનુસાર આખા વિશ્વમાં 80 કોચ છે. પરંતુ તેમાથી માત્ર તેઓ જ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. જે બ્રિટનમાં કામ કરે છે. સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોવાના કારણે તેની ફીમાં નિયંત્રણ આવી જાય છે, અન્યથા ખાનગી સેવા ચલાવનારા કોચ ગ્રાહક જોઇને ફી નક્કી કરે છે.

શું છે તેના ફાયદા?

શું છે તેના ફાયદા?

આ કોચિંગથી ઘણા ફાયદા છે. જેન અનુસાર સાધારણ સેક્સ થેરાપિસ્ટ માત્ર યૌન ક્રિયાઓ અંગે જણાવીને મસાજ કરીને જતા રહે છે, પરંતુ અમે વિસ્તારથી કાઉન્સિલિંગ પણ કરીએ છીએ. આમ કરવાથી યૌન જીવન વધુ સારું થઇ જાય છે અને તે સારી રીતે પરફોર્મ કરી શકે છે. આવા લોકો જે પાર્ટનર સામે નિર્વસ્ત્ર થતા શરમ અનુભવે છે, તેમની તમામ શરમ દૂર થઇ જાય છે.

કોચની ફી ઓછી હોય છે

કોચની ફી ઓછી હોય છે

બ્રિટનના સરકારી કોચ 80 પાઉન્ડથી લઇને 300 પાઉન્ડ સુધી હોય છે. તે નિર્ભર કરે છે કે તે શું કામ કરી રહ્યાં છે. જેન અનુસાર માત્રા કાઉન્સલિંગની ફી 80 પાઉન્ડ છે, જ્યારે કોઇ ફિઝિકલ વર્ક હોય છે તો એક કામ 150 પાઉન્ડ સુધી હોય છે, જેમાં યૌન ક્રિયાઓ કરીને બતાવવામાં આવે છે, અને જેનિટલ મસાજ કરાવો તો તેના અલગથી 150 પાઉન્ડ આપવા પડે છે. આ કોચિંગ ઘરે બેઠા આપવામાં આવે છે.

ઉભરતી કારકિર્દી

ઉભરતી કારકિર્દી

જેનનું કહેવું છે કે વિશ્વના અન્ય બાકી દેશોની વાત તો તે નથી કરતા પરંતુ બ્રિટનમાં આ ઉભરતી કારકિર્દી છે. જો કોઇ આ ક્ષેત્રમાં શરૂથી કારકિર્દી બનાવવા ઇચ્છે તો આગળ જતા તેને ઘણો ફાયદો થઇ શકે છે. જેનનું કહેવું છે કે બ્રિટનમાં સર્ટિફાઇડ સેક્સ કોચ બન્યા બાદ હવે તે ટૂંક સમયમાં યુરોમાં વ્યવસાય શરૂ કરવા જઇ રહી છે. તેમણે કહ્યું કે તે પોતાની સાથે ઓછામાં ઓછા 500 લોકોને જોડવા ઇચ્છશે, જેતી તેમની કંપની ખ્યાતિ પ્રાપ્ત કરી શકે.

આ જોબ કોઇ મજાક નથી

આ જોબ કોઇ મજાક નથી

બ્રિટનના ડો. પાટી બ્રિટન કહે છે કે આ જોબને બહારથી જોનારા લોકો હસે છે અને તેને મજાક સમજે છે, વિચારે છે કે અમે મજા કરી રહ્યાં છીએ, પરંતુ સાચુ કહીએ તો આ અમારો પ્રોફેશન છે અને અમે ક્યારેય અમારા પ્રોફેશનને મજાકમાં લેતા નથી. કેટલીક વખત અમારો સામનો એવા ક્લાયન્ટ્સ સાથે થાય છે, જે સેક્સના નામથી ડરે છે, ઘણી મહિલાઓ પુરુષોને ઘૃણા કરે છે, આવા ક્લાયન્ટ્સ અમારી માટે પડકાર સમાન હોય છે.

બળાત્કાર પીડિતોનું મનોબળ વધે છે

બળાત્કાર પીડિતોનું મનોબળ વધે છે

ડો. બ્રિટનને જણાવ્યું કે તેમનુ કામ માત્ર એ દંપતિઓને કોચિંગ આપવાનું જ નથી પરંતુ જેમની સેક્સ લાઇફ સારી નથી ચાલી રહી, બળાત્કાર પીડિતાનું મનોબળ વધારવાનું કામ પણ કરીએ છીએ. ડો. બ્રિટને જણાવ્યું કે, તેમણે તેમના જીવનમાં બે પીડિતાને કાઉન્સલિંગ કરી, જેમનું યૌન શોષણ થયું હતુ.

ડોક્ટરને રિફર પણ કરે છે

ડોક્ટરને રિફર પણ કરે છે

બ્રિટન સરકારે આ કોચિંગ સર્ટિફિકેટ એટલા માટે આપ્યું છે કે સામાન્ય રીતે લોકો પોતાની સેક્સુઅલ પ્રોબ્લેમ ડિસકસ કરતા ખચકાય છે. તેમના ખચકાટને ઓછા કરવા અને ડોક્ટર પાસે જવા માટે મોટિવેટ કરવાનું કામ સેક્સ થેરાપિસ્ટ કરે છે. લોઉસાડાનું કહેવું છે કે, જો ક્લાયન્ટની અંદર માનસિક રીતે દૃઢતા લાવવાની જરૂર છે, તો તે સ્તર પર હેન્ડલ કરે છે, પરંતુ જો કોઇને સેક્સ સંબંધી બીમારી હોય છે , તો તે ક્લાયન્ટનું મનોબળ વધારીને તેને યૌન સંબંધિત બીમારીની સંપૂર્ણ જાણકારી આપીને યૌન વિશેષજ્ઞો પાસે મોકલે છે.

માનસિકતા બદલાય જાય છે

માનસિકતા બદલાય જાય છે

લંડનની 46 વર્ષિય યૌન કોચ નમિતા કીન જણાવે છે કે તેમનો હેતુ રહે છે કે કાઉન્સલિંગ થકી સામેવાળાની માનસિકતામાં પરિવર્તન કરવું. સાચું કહીએ તો આ કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં પણ લાગુ કરી દેવામાં આવવું જોઇએ. કોલેજોમાં મહિનામાં ઓછામા ઓછું એક સેશન હોવું જોઇએ. જેથી યુવાનોની માનસિકતા બદલાવી શકાય.

ક્યારેય નથી કરતા સંભોગ

ક્યારેય નથી કરતા સંભોગ

આ લેખને વાંચ્યા બાદ તમે વિચારતા હશો કે આ લોકો કેટલા બધા સાથે સંભોગ કરતા હશે, પરંતુ સાચી વાત તો એ છે કે કોચ ક્યારેય ઇન્ટરકોર્સ નથી કરતા, જેની કહે છે કે સરકારની નિયમાવલીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, સેક્સ કોચ ઇન્ટરકોર્સ નહી કરી શકે. જેને કહ્યું કે, આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે, સામાન્ય રીતે લોકો સેક્સ કોચને પ્રોસ્ટિટ્યૂટ સમજે છે, જ્યારે અમારુ કામ એકદમ અલગ છે, ડો બ્રિટન અનુસાર આવું થવાના ચાન્સિસ બે ટકા રહે છે.

English summary
Unlike conventional sex therapists - who talk to clients having sexual problems and give them advice on how to overcome them sex coaching can take place in the bedroom. Now there are government certified coaches in Britain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X