For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનના પ્રિન્સ હેરી બીજી વાર બન્યા પિતા, મેગન મર્કેલે આપ્યો દીકરીને જન્મ, નામ રાખ્યુ ખૂબ જ ખાસ

બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગલ મર્કેલ બીજી વાર માતાપિતા બન્યા છે. મેગન મર્કેલે દીકરીને જન્મ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

કેલિફૉર્નિયાઃ બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગલ મર્કેલ બીજી વાર માતાપિતા બન્યા છે. મેગન મર્કેલે દીકરીને જન્મ આપ્યો છે જેનુ નામ તેમણે લિલિબેટ ડાયના રાખ્યુ છે. તમને જણાવી દઈએ કે બ્રિટનના પૂર્વ રાજકુમારી ડાયના ફ્રાંસેઝ સ્પેન્સર, ડ્યુક પ્રિન્સ હેરીની મા હતી. હેરી અને મેગને તેમને જ શ્રદ્ધાંજલિ તરીકે પોતાની નવજાત દીકરીનુ નામ લિલિબેટ ડાયના રાખ્યુ છે. મેગન મર્કેલે શુક્રવારે કેલિફૉર્નિયાના સેંટા બારબારા કૉટેજ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો. જણાવવામાં આવી રહ્યુ છે કે તે હજુ હોસ્પિટલમાં જ છે અને પતિ હેરી પણ ત્યાં હાજર છે.

prince harry-meghan

મીડિયા રિપોર્ટ મુજબ ડચેસ ઑફ સસેક્સ મેગન મર્કેલે સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો છે. દંપત્તિ પોતાના બીજા સંતાન લિલિબેટ 'લિલી' ડાયના માઉન્ટબેટન-વિંડસરનુ ખૂબ ખુશનુમા અંદાજમાં સ્વાગત કર્યુ છે. બાળકીનુ વજન સાત પાઉન્ડ 11 અંશ એટલે કે લગભગ 3.49 કિલોગ્રામ છે. પ્રિન્સ હેરી અને મેગલ મર્કેલના પ્રવકતાએ જણાવ્યુ કે બાળકીને તેના પહેલા નામ એટલે કે 'લિલિબેટ' થી બોલાવવામાં આવશે, આખા નામનો ઉપયોગ કાગળોમાં થશે. આ બાળકી હવે બ્રિટન તખ્તના આઠમાં વારસદાર તરીકે પોતાની ઓળખ બનાવશે.

પ્રિન્સ હેરી સાથે શાહી પરિવારને 'વિચિત્ર' નિયમ

તમને જણાવી દઈએ કે પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન શાહી પરિવાર માટે ઘણા ખુલાસા કરતા રહે છે. માર્ચ, 2021માં તેમણે પરિવારના અમુક વિચિત્ર નિયમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે બ્રિટિશ શાહી પરિવારનો તાજ મહિલાના સિર પર રહે છે અને તેના પતિને પાછળ ચાલવુ પડે છે. રૉયલ પરિવારના સભ્યોને લસણ ખાવાની મનાઈ છે. એટલે કે શાહી રાજપરિવારનો સભ્ય ક્યારેય લસણ નથી ખાતો. જો કે આની પાછળનુ કારણ શું છે એ ખબર નથી પરંતુ શાહી પરિવારમાં આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. વળી, આવા જ અમુક નિયમ ચોખા, બટાકા અને પાસ્તા માટે પણ છે. મહારાણીના સૂતા પહેલા કોઈ બેડ પર ન જઈ શકે અને 92 વર્ષના મહારાણીને મોડેથી સૂવાની આદત છે.

English summary
Britain Prince Harry becomes father for the second time, Meghan Markle gives birth to daughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X