બ્રિટનમાં શીખ ટીવી ચેનલ પર લાગ્યો દંડ
લંડન, 16 ઑગસ્ટ: બ્રિટનની મીડિયા નિયામક ઓફકોમે બ્રિટિશ શીખ ટીવી ચેનલને હિંસા ભડકાવનાર એક કાર્યક્રમનું પ્રસારણ કરવા બદલ દંડ ફટકાર્યો છે. ઓફકોમે સંગત ટીવીના માલિક રેગિસ 1 પર 30,000 પાઉન્ડનો દંડ ફટકાર્યો. આ ચેનલએ 13 જાન્યુઆરીના રોજ એક કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો જેમાં શીખ સમુદાયને ભારતીય સશસ્ત્ર દળો પર હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કથિતરીતે સેવાનિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલના એસ બરાર પર 30 સપ્ટેમ્બર 2012ના રોજ લંડનમાં થયેલા હુમલાને યોગ્ય ગણાવવામાં આવ્યો. હુમલા સમયે બરાર પત્નીની સાથે વોકિંગ કરી રહ્યા હતા. બરારે 1984માં સુવર્ણ મંદિરથી આતંકવાદીઓને ખદેડવા માટે ભારતીય સેનાના ઓપરેશન બ્લૂ સ્ટારનું નેતૃત્વ કર્યું હતું.
ટેલિગ્રાફ અનુસાર ચેનલ પર કાર્યક્રમમાં પેનલના સભ્યના વિચારને પ્રસારિત કરવામાં આવ્યો જે 'પરોક્ષ રીતે શીખ સમુદાયને લેફ્ટિનેન્ટ જનરલ બરાર અને ભારતીય સેનાના અન્ય સભ્યો પર હુમલા માટે ઉશ્કેરણીજનક હતો.'બરાર પર ચાર લોકોએ હુમલો કર્યો તેમનું ગળુ કાપવાની કોશિશ કરી હતી. હુમલાવરોએ તેમના ગળા પર 12 ઇંચ ઉંડો ઘા પાડી દીધો અને અને જબડા પર પણ ભારે ઇજા પહોંચી હતી. સંગત ટીવી પર સામેલ પેનલના સદસ્યએ કથિત રીતે જણાવ્યું કે બરાર આ પ્રકારના જ હુમલાને લાયક છે અને હુમલાવરોનો આના આ માટે આભાર વ્યક્ત કર્યો.
બરાર પર હુમલો કરવાના આરોપમાં શીખ સમુદાયના ત્રણ લોકોને ગયા મહિને દોષી સાબિત કરવામાં આવ્યા હતા અને એક વ્યક્તિને આ મહીને આરોપી બનાવવામાં આવ્યો છે.