મક્કાઃ એક્સિડેન્ટનો શિકાર બનેલ બસમાં 9 ભારતીયઓ પણ હતા
મક્કાઃ સાઉદી અરબમાં બુધવારે મક્કાથી મદીના જઈ રહેલ શ્રદ્ધાળુઓની બસ દુર્ઘટનાનો શિકાર બની. આ બસ દુર્ઘટનામાં 35 લોકોના જીવ ચાલ્યા ગયા હતા. મૃતકોમાં મોટા ભાગના લોકો એશિા અથવા અરબ દેશોના રહેવાસી હતા. આ બસ દુર્ઘટનાનો પતો 4 દિવસ બાદ લાગ્યો, ઘનામાં શિકાર થયેલ બસમાં 9 ભારતીયો પણ સવાર હતા. ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું કે, દુર્ઘટનામાં 9માંથી 2 ભારતીય ઘાયલ થયા હતા જેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હજુ પણ બાકીના સાત ભારતીય યાત્રીઓ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
મહાવાણિજ્ય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું કે, અન્ય તીર્થયાત્રિઓની માહિતી મેળવવા માટે અમે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ. સ્થાનિક અધિકારીઓ દ્વારા અમને સૂચિત કરવામાં આવ્યા છે. બસમાં નિમ્નલિખિત ભારતીય પાસપોર્ટધારક હતા. દૂતાવાતે સાત યાત્રીઓની યાદી જાહેર કરી છે- બિહારથી અસરફ આલમ, ફિરોઝ અલી, આફતાબ અલી, નૌશાદ અલી, જીશાન ખાન, ઉત્તર પ્રદેશથી બિલાલ અને પશ્ચિમ બંગાળથી મુક્તાર અલી ગાઝી.
બે ઘાયલ ભારતીયોની ઓળખ મહારાષ્ટ્રના પુણેના એક દંપતિ મતીન ગુલામ વલેલે અને જેમા નિઝામ બાગબાનના રૂપમાં થઈ છે. હાલ સાઉદીની કિંગ ફહદ હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. મદીનાથી 170 કિમી પહેલા સાસકો રોડ પર મરકજ-ઉલ-અલખમાં બસ અને લોડર વચ્ચે ટકર થઈ હતી. જેને કારણે બમાં આગ લાગી ગઈ હતી. ઘટનાને પગલે 34 લોકોનાં મોત થયાં જ્યારે 50 લોકો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સાઉદી સરકારે આ મૃતદેહોના ડીએનએ ટેસ્ટની વાત કહી છે. જે બાદ જ બરેલીના ત્રણ મૃતદેહોની ઓળખાણ થઈ શકશે. એવામાં પરિજનોને મૃતદેહ મળવામાં વિલંબ થઈ શકે છે.
જાપાનમાં ભયંકર તોફાન હેગબિસનો કહેર, અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત