કેનેડા ચૂંટણીઃ જસ્ટીન ટૂડોના ફરીથી પ્રધાનમંત્રી બનવાનુ લગભગ નક્કી, કાંટાની ટક્કરમાં આગળ
ઓટાવાઃ કેનેડામાં આજે સાંજ સુધી ચૂંટણી પરિણામ જાહેર થઈ જશે અને સંપૂર્ણ તસવીર સ્પષ્ટ થઈ જશે કે દેશના આગલા પ્રધાનમંત્રી કોણ બનશે. શરૂઆતના પોલમાં કાંટાની ટક્કર થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. લેફ્ટિસ્ટ-ઉદારવાદી ચહેરો જસ્ટીન ટૂડોને ચૂંટણીમાં કાંટાની ટક્કરમાં ફરીતી જીત મળતી દેખાઈ રહી છે પરંતુ બીબીસી ન્યૂઝે અનુમાન લગાવ્યુ છે કે તેઓ કેટલી મજબૂત સરકાર બનાવશે તે કહેવુ ઉતાવળ ગણાશે. જો કે બીબીસી ન્યૂઝે કહ્યુ છે કે જીત જસ્ટીન ટૂડોની જ થતી દેખાઈ રહી છે.

જસ્ટીન ટ્રૂડો બનાવશે સરકાર!
જસ્ટીન ટ્રૂડોની પાર્ટી અત્યાર સુધી લઘુમતમાં ચાલી રહી હતી માટે પૂર્ણ બહુમત મેળવવા માટે તેમણે નક્કી સમયના 2 વર્ષ પહેલા જ દેશમાં ચૂંટણી કરાવી દીધી પરંતુ તમામ અનુમાનોમાં કહેવામાં આવ્યુ છે કે જસ્ટીન ટ્રૂડોને 2019માં થયેલી લોકસભા ચૂંટણીથી પણ ઓછા મત મળી શકે છે. વાસ્તવમાં જસ્ટીન ટ્રૂડોને કેનેડાની સંસદના નીચલા ગૃહ જેને હાઉસ ઑફ કૉમન્સ કહેવામાં આવે છે ત્યાં કોઈ પણ બિલ પાસ કરાવવા માટે બીજા પક્ષો પર નિર્ભર રહેવુ પડતુ હતુ માટે તેમણે મધ્યવર્તી ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો. ટ્રૂડોના એક પૂર્વ સલાહકાર અને નજીકના દોસ્ત ગેરાલ્ડ બટ્સે સીબીસી ટીવીને જણાવ્યુ કે જો લિબરલ જૂથમાં લિબરલ બહુમતીવાળી સરકાર હોત તો લોકોને ઘણુ સુખદ આશ્ચર્ય થાત પરંતુ મને લાગે છે કે આ હજુ પણ ઘણુ જલ્દી છે.

શું કહે છે ચૂંટણી અનુમાન
કેનેડા ચૂંટણીમાં ટ્રૂડોની લિબરલ પાર્ટીને 146 ચૂંટણી જિલ્લામાં આગળ બતાવી જેમાં મતોનો માત્ર એક નાનો અંસ ગણવામાં આવ્યો. હાઉસ ઑફ કૉમન્સ પાસે 338 સીટોછે અને એક પાર્ટીને બહુમત મેળવવા માટે 170 સીટ જીતવી જરૂરી છે. પોલે સામા્યથી બહુ વધુ ધીમે-ધીમે પરિણામની સૂચના આપી છે. અમુક સ્ટેશનોનો કોવિડ-19 પ્રતિબંધોના કારણે મતોની ગણતરીમા મુશ્કેલી આવી રહી છે. વળી, મતદાનના સમયે પણ દક્ષિણ ઓંટારિયોમાં મતદાન માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. ઓંટારિયા અને ક્યૂબેક, આ બે જગ્યાએ લોકસભાની કુલ 199 સીટો છે જેમાંથી અત્યાર સુધી ટ્રૂડોની પાર્ટી 113 સીટો પર આગળ હતી. વળી, અટલાંટિક રાજ્યની 32 સીટોમાંથી લિબરલ પાર્ટી 23 પર આગળ ચાલી રહી છે જ્યારે ગઈ વખતે અહીં લિબરલ પાર્ટીએ 27 સીટો જીતી હતી. વળી એરિન ઓટોલ જે વિપક્ષના પીએમ ઉમેદવાર છે તેમની પાર્ટી પણ ઘણા જિલ્લાઓમાં આગળ છે.

કાંટાની ટક્કરનુ અનુમાન
કેનેડાઈ મીડિયા મુજબ આ વખતના હાઉસ ઑફ કૉમન્સની ચૂંટણીમાં જસ્ટીન ટ્રૂડોના ભાગ્યનો નિર્ણય ઘણા મુદ્દાઓ કરી રહ્યા છે. ખાસ કરીને અફઘાનિસ્તાનથી રેફ્યુજીને દેશમાં લાવવા તેમની વિરોધમાં જઈ રહ્યુ છે. વળી, કોરોના સંક્રમણને યોગ્ય રીતે હેન્ડલ ન કરવુ અને આ દરમિયાન મધ્યવર્તી ચૂંટણી કરાવવાનુ એલાન પણ તેમની વિરુદ્ધમાં જતુ દેખાઈ રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છ ેકે જે લોકો કોરોના વાયરસની ચોથી લહેર વચ્ચે ચૂંટણી કરાવવાના વિરોધમાં છે તે જસ્ટીન ટ્રૂડોની પાર્ટીના વિરોધમાં મત નાખીને પોતાની નારાજગી વ્યક્ત કરી શકે છે અને આ જ ફેક્ટર તેમની વિરુદ્ધ જતુ દેખાઈ રહ્યુ છે.

કોણ જીતશે કેનેડાની ચૂંટણી?
કેનેડાની ચૂંટણી વિશેષજ્ઞો મુજબ જો ટ્રૂડો જીતી જાય તો સૌથી વધુ સંભાવના એ વાતની હશે કે તેમની સરકાર લઘુમત સરકાર હશે જે તેમને શાસન કરવા માટે અન્ય પક્ષો પર નિર્ભર કરી દેશે. ટ્રૂડો અને ઓટોલ ઉપરાંત નાના જૂથોના અન્ય નેતાઓમાં ડાબેરી ન્યૂ ડેમોક્રેટીક પાર્ટીના જગમીત સિંહ, અલગાવવાદી બ્લૉક ક્યુબેકૉઈસના યવેસ-ફ્રાંકોઈસ બ્લેંચેટ અને ગ્રીના એનામી પૉલ શામેલ છે. અંતિમ પરિણમમાં વિલંબ થવાની સંભાવના છે કારણકે મેલ-ઈન મતપત્રોની સંખ્યા હજારોની સંખ્યામાં હોવાની આશા છે જેની ગણતરી કરવામાં આવશે. સુડતાળીસ વર્ષીય ઓ'ટોલ એક સૈન્ય દિગ્ગજ અને પૂર્વ વકીલ છે. તેમણે નવ વર્ષ સુધી સંસદ સભ્ય તરીકે કાર્ય કર્યુ.