• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એ દિવસ દૂર નથી જ્યારે કેનેડાની નીતિ બનાવશે પંજાબી!

|

કેનેડાની ધરતી પર શીખ સમુદાયના લોકો વેપારમાં પગ જમાવવાની સાથે સાથે રાજકારણમાં પણ મહત્વનો ભઆગ બની ચૂક્યા છે. એટલે જ અહીં ત્રણ મોટી રાજકીય પાર્ટીઓને સત્તા મેળવવા માટે પંજાબી સમુદાય પર મદાર રાખવો પડી રહ્યો છે. ત્રણેય પક્ષોને આશા છે કે આ ચૂંટણીમાં તેમની હોડી શીખ કેન્ડીડેટ્સ લગાવી શકે છે. એટલું જ નહીં કેનેડાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ શીખ ઉમેદવાર વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કેનેડાની 43મી સંસદ માટે 21 ઓક્ટોબર 2019ના રોજ ચૂંટણી યોજવાના છે. આ સંસદીય ચૂંટણીમાં 338 સાંસદો માટે મતદાન થશે. સૌથી રસપ્રદ વાત એ છે કે કેનેડાની ચૂંટણીમાં આ વખતે 50થી વધુ ઉમેદવારો પંજાબના છે. જેમાંથી 18 મહિલાઓ પણ છે. ત્રણેય રાજકીય પક્ષો લિબરલ પાર્ટી, કન્ઝર્વેટિવ અને ન્યૂ ડેમેક્રેટિક પાર્ટીએ પંજાબી સમુદાયના ઉમેદવારોને ટિકિટ આપી છે. 21 ઓક્ટોબરે મતદાન થશે અને મોડી રાત્રે પરિણામ પણ જાહેર થઈ જશે. જો ચૂંટણીમાં કેનેડાની રાજકીય પાર્ટીઓની આશા પ્રમાણે પંજાબી ઉમેદવારો જીતશે તો કેનેડાની સંસદમાં પંજાબી સમુદાયનો દબદબો રહેશે.

કેનેડામાં પંજાબી વોટબેન્ક

કેનેડામાં પંજાબી વોટબેન્ક

નોંધનીય વાત છે કે કેનેડામાં પંજાબી સમુદાયના લોકોની વસ્તી એટલી વધી ગઈ છે, કે તમને લાગશે કે તમે ભારતમાં જ છો. સંયુક્ત રાષ્ટ્રના લેટેસ્ટ આંકડા પ્રમાણે વર્લ્ડોમીટરના વિસ્તારના આધારે કેનેડાની હાલની વસ્તી 2019 સુધી 37,493,235 છે. આજની તારીખમાં કેનેડાની વસ્તી ધર્મ અને જાતી પ્રમાણે જુદી જુદી છે. વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે 2016માં કેનેડાની કુલ વસ્તીમાં અલ્પસંખ્યકોની સંખ્યા 22.3 ટકા હતી.

તો 1981માં લઘુમતીઓ કેનેડાની કુલ વસ્તીના માત્ર 4.7 ટકા જ હતા. આ રિપોર્ટ પ્રમાણે 2036માં કેનેડાની કુલ વસ્તીમાંથી લઘુમતીઓની સંખ્યા 33 ટકા થઈ જશે. એટલે જ આ ચૂંટણીમાં કેનેડાની ત્રણેય મુખ્ય રાજકીય પાર્ટીઓ શીખ વોટબેન્કને રિઝવવા પંજાબી ઉમેદવારોને મેદાનમાં ઉતારી ચૂકી છે. આ વખતે 18 પંજાબી મૂળની મહિલાઓ સહિત 50 પંજાબી ઉમેદવારો સાંસદ બનવા કિસ્મ અજમાવી રહ્યા છે. જેમાં ડોક્ટર, વકીલ, પત્રકારો સામેલ છે.

કેનેડામાં વસનારા પહેલા શીખ

કેનેડામાં વસનારા પહેલા શીખ

ઉલ્લેખનીય છે કે 1897માં મહારાણી વિક્ટોરિયાએ બ્રિટિશ ભારતીય સૈનિકોની એક ટુકડીને ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં સામેલ થવા લંડન બોલાવી હતી. ત્યારે ઘોડેસવાર સૈનિકોનું એક દળ પણ ભઆરતની મહારાણી સાથે બ્રિટિશ કોલોમ્બિયાના રૂટ પર હતું. આ જ સૈનિકોમાંના એક મેજર કેસરસિંહ કેનેડામાં શિફ્ટ થનાર પહેલા પંજાબી શીખ છે. ત્યારથી કેનેડાની ધરતી પર પોતાનો પગ પસારી રહેલા શઈખ સમુદાયના લોકો આજે કેનેડાના રાજકારણનો મહત્વનો ભાગ બની ચૂક્યા છે.

42મી સંસદમાં પંજાબી મૂળના 18 સાંસદો હતા

42મી સંસદમાં પંજાબી મૂળના 18 સાંસદો હતા

મહત્વની વાત એ છે કે કેનેડાની 42મી સંસદમાં પંજાબી મૂળના 18 સાંસદો હતા, જેમાંતી દર્શનસિંહ કંગ અને રાજ ગ્રેવાલ આ વખતે ચૂંટણી નથી લડી રહ્યા. જ્યારે દીપક ઓબેરોય મૃત્યુ પામી ચૂક્યા છે. 43મી સંસદની ચૂંટણીમાં પંજાબી મૂળના કેબિનેટ પ્રધાન હરજીતસિંહ સજ્જન, નવદીપસિંહ બેન્સ અ અમરજીત સિંહ સોહી ફરી વાર પોતાના મતદાન ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે. તો બ્રેપન્ટ સેન્ટ્રલથી સાંસદ રમેશ સંઘા, ઉત્તરથી મૈની સિદ્ધુ મેદાનમાં છે. મંત્રી અમરજીતસિંહ સોહીની ટક્કર પૂર્વ રાજ્ય મંત્રી ટિમ્મ ઉપ્પલ સામે થશે. કેનેડાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ શીખ ઉમેદવાર વડાપ્રધાન પદની ચૂંટણી લડી રહ્યો છે.

કેનેડાના કયા દિગ્ગજો છે ચૂંટણી મેદાનમાં

કેનેડાના કયા દિગ્ગજો છે ચૂંટણી મેદાનમાં

ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રધાન જગમીતસિંહ પોતે ચૂંટણી લડી રહ્યા છે. રંગીન પાઘડીઓના શોખીન જગમીતસિંહ આ દેશના પ્રમુખ રાજકીય પક્ષનું નેતૃત્તવ કરનાર લઘુમતી સમુદાયના પહેલા સભ્ય છે. હાલ તેમની સામે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીને ફરી બેઠી કરવાનો પડકાર છે, જે 2015ની ચૂંટણી 59 બેઠકો પર હારી ગઈ હતી. હાલ આ પક્ષ કેનેડાની સંસદમાં ત્રીજા સ્થાને છે.

કેનેડામં મુખ્ય ટક્કર તો લિબરલ અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે જ થશે, તેમાં કોઈ બેમત નથી. કેનેડામાં પંજાબીઓનો ગઢ મનાતા સરી, બ્રેમ્પટન અને કેગ્રી શહેર એવા ચાર સંસદીય વિસ્તારો છે, જ્યાં પંજાબી ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થશે. અહીં તમામ રાજકીય પક્ષો પંજાબી ઉમેદવારો પર જુગાર રમી રહ્યા છે.

બ્રેમ્પટન સાઉથથી સોનિયા સિદ્ધુ લિબરલ પાર્ટીની ટિકિટ પર બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના રમનદીપસિંહ બરાડ, એનડીપીના મનદીપ કૌર અને પીપલ્ઝ પાર્ટીના રાજવિંદર ઘુમ્મન ઉમેદવાર છે. બ્રેમ્પટન ઈસ્ટ વિસ્તારમાંથી લિબરલ પાર્ટીના યુવા નેતા મનિંદર સિદ્ધુ મૈની, કન્ઝર્વેટિવ પાર્ટીના બીબી રમોના સિંહ, એનડીપીના શરનજીત સિંહ અને પીપલ્સ પાર્ટી તરફથી ગૌરવ વાલિયા મેદાનમાં છે.

કૈલગ્રી સ્કાઈવ્યૂ સંસદીય વિસ્તારમાંથી જાણીતા પત્રકાર અને લિબરલ પાર્ટીના ઉમેદવાર નિર્મલા નાયડુ, કંન્ઝર્વેટિવ પાર્ટીના જગદીપ કૌર સહોતા, એનડીપીનાગ રિંદરસિંહ અને પીપલ્ઝ પાર્ટીના હૈરી ઢિલ્લો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. સરી ન્યૂટનથી લિબરલ પાર્ટીના ઉમેદવાર સુખ ધાલીવાલ જાણીતી રેડિયો હોસ્ટ અને એનડીપીના ઉમેદવાર હરજીત સિંહ ગિલ તેમજ જાણીતા ટીવી હોસ્ટ તેમજ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમદેવાર હરપ્રીતસિંહ વચ્ચે ગળાકાપ સ્પર્ધા થવાની પૂરેપૂરી શક્યતા છે.

ટોરેન્ટોની નજીકના બ્રેમ્પટન સેન્ટર વિસ્તારથી લિબરલ પાર્ટીના ઉમેદવાર રમેશ સંધા, કન્ઝર્વેટિવ પાર્ટીના પવનદીપ કૌર ગૌસલ અને પીપલ્સ પાર્ટીના બલજીત સિંહ બાવા વચ્ચે ટક્કર થશે, ત્રણેય પંજાબી મૂળના લોકો છે.

આ પાર્ટીઓએ પણ ઉતાર્યા ભારતીય મૂળના ઉમેદવારો

આ પાર્ટીઓએ પણ ઉતાર્યા ભારતીય મૂળના ઉમેદવારો

આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ 20, કન્ઝર્વેટિવ પાર્ટીએ 16, એનડીપીએ 12 અને પીપલ્સ પાર્ટીએ 5 ભઆરતીય મૂળના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેમાં 50 પંજાબી, બીબી નિર્મલા નાયડુ, આંધ્રપ્રદેશ અને જિગર પટેલ ગુજરાતના છે. બ્રેમ્પટન વેસ્ટથી લિબરલ ઉમેદવાર કમલ ખૈરા તેમજ એનડીપીના નવજીત કૌર બરાડ વચ્ચે મુકાબલો થશે. બ્રેમ્પ્ટન વેસ્ટથી બિલબરલ પાર્ટીના ઉમેદવાર કમલ ખૈરા અને એનડીપીના નવજીત બરાડ વચ્ચે ટક્કર થશે. બ્રેમ્પટન નોર્થથી લિબરલ ઉમેદવાર રુબી સહોતા તેમજ કન્ઝર્વેટિવના અર્પણ ખન્ના વચ્ચે ટક્કર છે.

સરી સેન્ટર સંસદીય વિસ્તારના લિબરલ ઉમેદવાર રણદીપસિંહ સરાય, કન્ઝર્વેટિવ પાર્ટીના ટીના બસ્સ, એનડીપીના સુરજીત સિંહ સરા અને પીપલ્સ પાર્ટીના જસવિંદર સિંહ દિલાવરી વચ્ચે મુકાબલો થશે.

લિબરલ ઉમેદવાર

લિબરલ ઉમેદવાર

ડૉ. જગ્ગ આનંદ કેલગ્રી ફોરેસ્ટ, અનીતા આનંદ, ઓકવિલ, દેવ વિરદી સકીના વલ્લી, નીલમ કૌર બરાડ બનર્બી સાઉથ, બરદીશ ચુગ્ગડ વોટરલ, અંજુ ધિલ્લોન લાસાલ, રાજ સૈની કિચનર, જતિ સિદ્ધુ શિન, માસકી ફ્રેઝર કૈનન તેમજ રાગન સિકંદ મિસીસાગા - સ્ટ્રીલ વૈલથી લિબરલ પક્ષના ઉમેદવાર છે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના સની અટવાલ કેમ્બ્રિજ, સંજય ભાટિયા, ડેવનપોર્ટ, નિક્કી કૌર હેમિલ્ટન ઈસ્ટ, સર્બજીત કૌર ઈટોબીકો નોર્થ, ડોક્ટર સિંદર પુરેવાલ ફ્લીટવુડ - પોર્ટ કૈલજ, બોબ સરોઆ મારખમ, જસરાજ સિંહ હલ્લણ કૈલગ્રી લાયન અને બૌબી સિંહ સ્કાર્બો કિસ્મત અજમાવી રહ્યા છે.

એનડીપી પાર્ટીએ હરવિંદ કૌર સંધૂ ઓકાનાગન- સૂસપ, જિગર પટેલ રિઝાઈના, સબીના સિંહ સનિચ અને ગુરચરન સિંહ સિદ્ધુ કૈલગ્રીના, સાંસદ બનવા મેદાનમાં છે.

NRC પર અમિત શાહ બોલ્યા, હિન્દુ શરણાર્થિઓએ દેશ નહિ છોડવો પડે!

English summary
canada election why punjabi candidates are important
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more