Capitol Hill Riot: અમેરિકી સંસદ પર થયેલ હુમલામાં ઑફ ડ્યૂટી પોલીસ ઑફિસર સામેલ હતા
વૉશિંગ્ટનઃ 6 જાન્યુઆરીને અમેરિકી ઈતિહાસના કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવશે. જ્યારે અમેરિકી લોકતંત્રને યુદ્ધ મેદાનમાં બદલી નાખવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્મર્પના હજારો સમર્થકોએ કેપિટલ હિલ પર હલ્લાબોલ કરી અમેરિકી સંવિધાનને બંધક બનાવવાની કોશિશ કરી હતી. અમેરિકી સંસદ પર થયેલ આ હુમલા બાદ હવે સુરક્ષા એજન્સીઓ હુમલાખોરોને નાથવા માટે સતત પ્રયત્નશીલ છે. તપાસ દરમ્યાન ખુલાસો થયો કે રજા પર હતા તેવા પોલીસ કર્મચારીઓ પણ અમેરિકી સંસદ હુમલામાં શામેલ હતા. હવે પોલીસ ખાતું એવા પોલીસ ઑફિસર્સને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે જેમણે પોતાની શપથને નેવે મૂકી લોકતંત્રને કચડવાની કોશિશ કરી.
અત્યાર સુધીમાં આવા 13 પોલીસ અધિકારીઓની ઓળખ કરી લેવામાં આવી છે, આશંકા જતાવાઈ રહી છે કે આગળની તપાસમાં હજી કેટલાય પોલીસવાળાઓના નામનો ખુલાસો થઈ શકે છે. અમેરિકાની સુરક્ષા એજન્સીઓ દંગાનો વીડિયો ફુટેજ, તસવીરો અને ત્યાં હાજર અધિકારીઓ દ્વારા દંગાઈઓ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે, દેશ વિરુદ્ધ વિદ્રોહની આગને હવા દી તેવા લોકોને સજા અપાવવાની કોશિશ કરી રહ્યા છે.
હ્યૂસ્ટન પોલીસ ચીફે 18 વર્ષના એક પોલીસ જવાનનું રાજીનામું મંજૂર કરતા કહ્યું કે જે પોલીસકર્મીઓએ પોતાની સીમા રેખાનું ઉલ્લંઘન કર્યું છે તેમને કોઈપણ હાલતમાં છોડવામાં નહિ આવે. 18 વર્ષના આ પોલીસ જવાને ટ્રમ્પના સમર્થનમાં નિકળેલી રેલીમાં સામેલ થયા બાદ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી રાજીનામું આપી દીધું હતું.
પોલીસની વિશ્વસનીયતા પર સવાલ
દંગામાં પોલીસ અધિકારીઓ શામેલ થયા બાદ હવે અમેરિકી પોલીસ સમક્ષ વિશ્વસનીયતાનો સવાલ ઉભો થઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે દેશ વિરુદ્ધ વિદ્રોહમાં પોલીસવાળાઓનું સામેલ થવું દિલ દુખાવનારું છે. આવા પોલીસકર્મચારીઓને ડિપાર્ટમેન્ટમાંથી કાઢીને તેમની સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ.
હ્યૂસ્ટન પોલીસ ચીફ અસેવેડોએ કહ્યું કે અમેરિકાનું સંવિધાન હરેક પોલીસવાળાને રાષ્ટ્રપતિના સમર્થનમાં વિરોધ કરવાનો અધિકાર આપે છે, પરંતુ હિંસક વિરોધ કરવાનો કોઈને અધિકાર હાંસલ નથી. અને જ્યારે પોલીસવાળા જ દંગા- રમખાણોમાં સામેલ થવા લાગશે તો પોલીસવાળાઓની વિશ્વસનીયતા કેવી રીતે બચશે.
હિંસામાં શામેલ પોલીસવાળાઓ સામે તપાસ
જો કે હિંસા કરવા અને દંગા ભડકાવવાની કોશિશ કરનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પેન્સિલવેનિયા, મેરીલેંડ, ન્યૂયોર્ક, નૉર્થ કેરોલિના અને વૉશિંગ્ટન પોલીસ વિભાગમાં પોતાના જ ઑફિસર્સ સામે આંતરિક તપાસ શરૂ કરી દેવામા આવી છે. પોલીસ અધિકારીઓએ અમેરિકી જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે, એકેય દોષી પોલીસવાળાને કોઈપણ હાલતમાં બક્ષવામાં નહિ આવે
કાશ્મીર ઘાટીના હાલાતમાં સુધારો, 217 આતંકવાદીઓ જ બચ્યા, ઘૂસણખોરી પણ 70% ઘટી