For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકઃ બગદાદમાં કારમાં બોમ્બ વિસ્ફોટ, 51ના મોત, 60 ઘાયલ

દક્ષિણ બગદાદમાં બાયા ક્ષેત્રમાં આ વિસ્ફોટ થયો હતો, જ્યાં મંગળવારે પણ એક કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોનું મૃત્યુ થયું હતું. આઇએસઆઇએસ એ આ હુમલાની જવાબદારી લીધી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઇરાક ની રાજધાની બગદાદ ના દક્ષિણ વિસ્તારના બાયા ક્ષેત્રમાં એક શક્તિશાળી કાર બોમ્બ વિસ્ફોટ માં ઓછામાં ઓછા 51 લોકોનું મૃત્યુ થયું છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાયા વિસ્તારમાં થયો, જ્યાં મંગળવારે પણ એક કાર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 11 લોકોનું મૃત્યુ થયું હતું. સ્થાનિક સમયાનુસાર ગુરૂવારે સાંજે 4.15 વાગે આ હુમલો થયો હતો. ત્રણ દવિસની અંદર ઇરાકમાં આ ત્રીજો મોટો હુમલો છે.

bomb blast

સૂચના મળતાં જ ઘટનાસ્થળે રાહતકાર્યો શરૂ કરવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યાં હતા. બગદાદના સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ હુમલો એટલો ભયાનક હતો અને નુકસાન એટલું વધારે થયું છે કે આ પરિસ્થિતિ સામાન્ય થતાં વાર લાગશે. તેમણે 50થી વધુ લોકોનું મૃત્યુ થયું હોવાની અને મૃતકોની સંખ્યા વધવાની શક્યતા હોવાનું પણ જણાવ્યું હતું.

અહીં વાંચો - પાકિસ્તાનની લાલ શહબાજ દરગાહમાં આતંકી હુમલો, 100ના મોતઅહીં વાંચો - પાકિસ્તાનની લાલ શહબાજ દરગાહમાં આતંકી હુમલો, 100ના મોત

આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ એ લીધી છે. સીએનએનના અહેવાલો અનુસાર એક પ્રેસ નોટ દ્વારા આતંકવાદી સંગઠને વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે.

English summary
Car bomb kills at least 51 in Baghdad Iraq ISIS claims responsibility.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X