For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાની દીકરીઓનો પીછો કરાતા વ્હાઇટ હાઉસમાં ખળભળાટ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 7 મે : અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને વ્હાઇટ હાઉસ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ચર્ચા અમેરિકાના કોઇ નિર્ણયના મુદ્દે નહીં પરંતુ બરાક ઓબામાની દીકરીઓના કરવામાં આવેલા પીછાને કારણે શરૂ થઇ છે.

વાત એમ છે કે બરાક ઓબામાની બે દીકરીઓને લઇને જઇ રહેલા કારના કાફલાનો એક કાર દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતા જ વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષા ગાર્ડોએ દોડધામ કરી મૂકી હતી. છેવટે વ્હાઇટ હાઉસને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય બાબત એ છે કે ફુલપ્રુફ સિક્યુરીટી ધરાવતા વ્હાઇટ હાઉસમાં જ બરાક ઓબામાની દીકરીઓનો પીછો એક અજ્ઞાત કારમાં કરવામાં આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. આગળ ક્લિક કરીને જાણો કોણે કેવી રીતે કર્યો બરાક ઓબામાની દીકરીઓનો પીછો...

ક્યારે બની ઘટના?

ક્યારે બની ઘટના?

અમેરિકન સમય પ્રમાણે આ ઘટના મંગળવારે 6 મેના રોજ સાંજે 4 વાગીને 40 મીનિટ પર ઘટી હતી.

બરાક ઓબામા ક્યાં હતા?

બરાક ઓબામા ક્યાં હતા?

આ ઘટના ઘટી તે સમયે બરાક ઓબામા વ્હાઇટ હાઉસમાં જ હતા. તેઓ વિદેશ મંત્રી જોન કેરીની સાથે પહેલાથી નિર્ધારિત મીટિંગમાં હાજરી આપી રહ્યા હતા.

દોડધામ શરૂ

દોડધામ શરૂ

જ્યારે ઓબામાની દીકરીઓને લઇ જતા કારના કાફલાનો કોઇ પીછો કરી રહ્યું છે તેવી જાણ થઇ તે સાથે જ વ્હાઇટ હાઉસના સિક્યુરિટીવાળાઓએ દોડધામ શરૂ કરી અને તાત્કાલિક વ્હાઇટ હાઉસ બંધ કરી દેવાના આદેશ અપાયો હતો. જો કે ઘટનાના એક કલાકમાં તે ફરી ખોલાયું હતું.

બળજબરી ધૂસી આવ્યો કાર ચાલક

બળજબરી ધૂસી આવ્યો કાર ચાલક

આ કારમાં થયો પીછો -પ્રાપ્ત માહિતી અનુસાર જે કારે પીછો કર્યો હતો તેને ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં પ્રવેશ કરતા રોકવામાં આવી હતી, જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તેના ડ્રાઇવરને પકડી લેવામાં આવ્યો હતો.

ડ્રાઇવરની ઓળખ

ડ્રાઇવરની ઓળખ

આ કારમાં કરાયો પીછો - સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલકની ઓળખ કરી લેવામાં આવી છે. તેનું નામ મેથ્યુ ઇવાન ગોલ્ડસ્ટીન છે. તેની ઉંમર 55 વર્ષ છે. પોલીસે તેની ધરપકડ કરી, બિન અધિકૃત રીતે પ્રવેશ મેળવવાનો આરોપ લગાવાયો અને શહેર પોલીસને સૌંપી દેવાયો.

કાર ડ્રાઇવરની કુંડળી

કાર ડ્રાઇવરની કુંડળી

મેથ્યુ ઇવાન ઇન્ટર્નલ રેવન્યુ સર્વિસીસમાં કામ કરે છે. તેની પાસે વ્હાઇટ હાઉસમાં આવેલા ટ્રેઝરી બિલ્ડિંગમાં જવાનો પાસ હતો. જો તે તેણે ખોટી રીતે ઓબામાની દીકરીઓનો પીછો કરતા જેલ જવું પડ્યું છે.

ક્યારે બની ઘટના?
અમેરિકન સમય પ્રમાણે આ ઘટના મંગળવારે 6 મેના રોજ સાંજે 4 વાગીને 40 મીનિટ પર ઘટી હતી.

બરાક ઓબામા ક્યાં હતા?
આ ઘટના ઘટી તે સમયે બરાક ઓબામા વ્હાઇટ હાઉસમાં જ હતા. તેઓ વિદેશ મંત્રી જોન કેરીની સાથે પહેલાથી નિર્ધારિત મીટિંગમાં હાજરી આપી રહ્યા હતા.

દોડધામ શરૂ
જ્યારે ઓબામાની દીકરીઓને લઇ જતા કારના કાફલાનો કોઇ પીછો કરી રહ્યું છે તેવી જાણ થઇ તે સાથે જ વ્હાઇટ હાઉસના સિક્યુરિટીવાળાઓએ દોડધામ શરૂ કરી અને તાત્કાલિક વ્હાઇટ હાઉસ બંધ કરી દેવાના આદેશ અપાયો હતો. જો કે ઘટનાના એક કલાકમાં તે ફરી ખોલાયું હતું.

બળજબરી ધૂસી આવ્યો કાર ચાલક
પ્રાપ્ત માહિતી અનુસાર જે કારે પીછો કર્યો હતો તેને ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં પ્રવેશ કરતા રોકવામાં આવી હતી, જ્યારે પ્રવેશ કર્યો ત્યારે તેના ડ્રાઇવરને પકડી લેવામાં આવ્યો હતો.

ડ્રાઇવરની ઓળખ
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલકની ઓળખ કરી લેવામાં આવી છે. તેનું નામ મેથ્યુ ઇવાન ગોલ્ડસ્ટીન છે. તેની ઉંમર 55 વર્ષ છે. પોલીસે તેની ધરપકડ કરી, બિન અધિકૃત રીતે પ્રવેશ મેળવવાનો આરોપ લગાવાયો અને શહેર પોલીસને સૌંપી દેવાયો.

કાર ડ્રાઇવરની કુંડળી
મેથ્યુ ઇવાન ઇન્ટર્નલ રેવન્યુ સર્વિસીસમાં કામ કરે છે. તેની પાસે વ્હાઇટ હાઉસમાં આવેલા ટ્રેઝરી બિલ્ડિંગમાં જવાનો પાસ હતો. જો તે તેણે ખોટી રીતે ઓબામાની દીકરીઓનો પીછો કરતા જેલ જવું પડ્યું છે.

English summary
A car that trailed a motorcade carrying President Barack Obama's daughters on to Pennsylvania Avenue prompted a security lockdown at the White House.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X