નીરવ મોદી સામે એક્શનમાં આવેલી CBI અને EDની ટીમો પહોંચી લંડન
પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ભાગનાર નીરવ મોદી સામે સીબીઆઈ અને ઈડીએ પોતાની કાર્યવાહી ઝડપી કરી દીધી છે. સીબીઆઈ અને ઈડીની ટીમો લંડન પહોંચી ગઈ છે. વાસ્તવમાં નીરવ મોદીના જામીન વિશે શુક્રવારે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી થવાની છે એટલા માટે સીબીઆઈ અને ઈડીની ટીમો લંડન પહોંચી છે. સીબીઆઈ અને ઈડીના એક જોઈન્ટ ડાયરેક્ટરે જણાવ્યુ કે નીરવ મોદી સામે અમારી પાસે પૂરતા પુરાવા છે જેનાથી નીરવ મોદીના જામીન રદ થઈ શકે.
સીબીઆઈ અને ઈડીની જે ટીમ નવી દિલ્લીથી લંડન પહોંચી છે તેમાં જોઈન્ટ ડાયરેક્ટર રેંકના અધિકારી શામેલ છે કે જે નીરવમોદીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેશે. નીરવ મોદી સામે જે જજ સુનાવણી કરશે તેમની સામે ભારતીય એજન્સી નીરવ મોદીના પ્રત્યાર્પણની માંગ રાખશે. કોર્ટને એ અંગેની માહિતી આપવામાં આવશે કે નીરવ મોદી ભારતમાં ફર્જીવાડાનો આરોપી છે અને તેની સામે 2 બિલિયન યુએસ ડૉલરની છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે.
તમને જણાવી દઈએ કે લંડન પોલિસે ભાગેડુ વેપારી નીરવ મોદીને હાલમાં જ લંડનના હોલબોર્ન મેટ્રો સ્ટેશનથી પકડ્યો છે. નીરવ મોદીને સ્થાનિક સમયાનુસાર સવારે 11.20 વાગે લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટેમાં જામીન અરજી ફગાવી દેવાયા બાદ નીરવ મોદી જેલમાં બંધ છે અને આજે તેની સામે કોર્ટમાં સુનાવણી છે.
આ પણ વાંચોઃ પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી, આપ્યા સંકેત