For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિરિયામાં દમાસ્કસ પાસે રાસાયણિક હુમલામાં અનેકનાં મોત

|
Google Oneindia Gujarati News

દમાસ્કસ, 21 ઓગસ્ટ : મધ્ય પૂર્વમાં આવેલા સિરિયામાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન દમાસ્કસ શહેર પાસેના એક કસ્બામાં રાસાયણિક હૂમલો કરવામાં આવ્યો હોવાનો દાવો સિરિયા વિરોધી ચળવળકારો દ્વારા કરવામાં આવ્યો છે. આ રાસાયણિક હુમલાને પગલે અનેક લોકોના મોત નીપજ્યાં છે.

સિરિયા વિરોધી ચળવળકારોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે ઘૌતા વિસ્તારના પરામાં ઝેરી તત્વો ભરેલા રોકેટ્સ છોડીને હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા સંબંધિત વિડિયો ફુટેજ પણ ચળવળકારોએ યુટ્યુબ પર અપલોડ કર્યા છે. જેમાં દર્શાવાયું છે કે હુમલામાં ઘવાયેલા અનેક લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલા રાસાયણિક હથિયારોના ઉપયોગ સંબંધિત આરોપોની તપાસ કરવા માટે ગયા રવિવારે યુએનના ઇન્સ્પેક્ટ્ર્સની એક ટીમ સિરિયા આવી હતી. હજી સુધી એ જાણવા મળ્યું નથી કે નવેસરથી કરવામાં આવેલા રાસાયણિક હુમલાના દાવાની તપાસ આ ઇન્સપેક્ટર્સ દ્વારા કરવામાં આવશે કે નહીં.

આ ઇન્સ્પેક્ટ્રસ ત્રણ સ્થળોએ તપાસ કરવાના હતા જેમાં ખાન અલ અસલનું ઉત્તરીય શહેર આવે છે જ્યાં માર્ચમાં 26 લોકો માર્યા ગયા હતા. આ સંઘર્ષ દરમિયાન બળવાખોરો અને સરકાર દ્વારા આમને સામને આરોપો મૂકવામાં આવ્યા છે કે તેમણે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો છે. જો કે આ દાવાઓની ખાતરી કરી શકવામાં આવી નથી.

માનવામાં આવે છે કે સિરિયામાં મોટા પ્રમાણમાં અઘોષિત મસ્ટર્ડ ગેસ અને સરિન નર્વ એજન્ટનો જથ્થો છે.

સિરિયામાં રાસાયણિક હુમલાનો વીડિયો જોવા વીડિયો પર ક્લિક કરો

<center><center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/HB8mEMSEOq0" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Chemical weapons attacks have killed dozens on the outskirts of Damascus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X