દાઉદના રાઇટ હેન્ડ છોટા શકીલની મોત, ISIના સંકજામાં ડી કંપની
1993ના મુંબઇ હુમલાના માસ્ટમાઇન્ડ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના મુખ્ય સહયોગી છોટા શકીલની મોત થઇ ગઇ છે. છોટા શકિલની મોત થતા જ દાઉદના કાળા વેપારની કમાન આઇએસઆઇના હાથમાં આવી ગઇ છે. ભારતમાં ડી સિડિકેટ ચલાવતા છોટા શકિલની મોત જાન્યુઆરી 2017માં થઇ હતી. છોટા શકીલની મોતની પુષ્ટિ કરાચી સ્થિત તેના વીરાન પડેલા બંગલાથી થઇ છે. આઇએસઆઇ એ તેના ઘર ડી-48 વી લેન, ખયબાણ સીહર, ડીએસએ કોલોનીનો કબ્જો મેળવી લીધો છે અને હાલ ત્યાં કોઇ નથી રહેતું. 6 જાન્યુઆરી, 2017ના રોજ શકીલની મોત પછી તેની પત્ની આયશાએ આઇએસઆઇની લાહોર છાવણીમાં ઘર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. શકીલની પહેલી પત્ની ઝહરા વિષે કોઇને કંઇ જાણકારી નથી. જો કે ઝહેરા પણ આઇએસઆઇના નિયંત્રણમાં છે તેમ સુત્રોનું કહેવું છે. શકિલનો ભાઇ અનવર દુબઇથી બહાર છે. જો કે તેની પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ છે. સુત્રોનું માનીએ તો છોટા શકીલની ગેંગનું કામ કાજ હાલ રહીમ મર્ચન્ટ સંભાળી રહ્યા છે.
અંડરવર્લ્ડના સુત્રો મુજબ છોટા શકીલની મોત ગત વર્ષે જાન્યુઆરીમાં ઇસ્લામાબાદમાં થઇ હતી. એક મીટિંગમાં ભાગ લેવા માટે તે ઓડેશા ગેંગના સદસ્યોને મળવા માટે ગયો હતો. જો કે હજી તે વાત સ્પષ્ટ નથી થઇ કે છોટા શકીલની મોત હદય રોગના હુમલાના કારણે થઇ છે કે પછી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા અને આઇએસઆઇ એ તેની મરાવી નાંખ્યો છે. છોટા શકીલની ગેંગના સભ્ય બિલાલ અને મુંબઇમાં રહેતા તેમના કોઇ સગા વચ્ચે થયેલી વાતચીતમાં આ વાતનો ખુલાસો થયો છે કે શકીલની મોત જાન્યુઆરી 2017માં થઇ ગઇ છે. અને હવે તેનું કામકાજ રહીમ મર્ચેન્ટ સંભાળે છે. રહીમ એક નાનકડો ચોર હતો તેણે શકીલના નામે એક સમયે અનેક લોકોની જબરન વસૂલી અને હત્યાઓ કરી હતી. એટલું જ નહીં તેણે છોટા શકિલ બનીને એક ભારતીય મીડિયા હાઉસને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો. મર્ચેન્ટ પર આઇએસઆઇનો હાથ હોવાનું મનાય છે.