For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોકલામમાં ચીન ફરી 12 કિલોમીટર લાંબો રસ્તો બનાવી રહ્યું છે

ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર ડોકલામને કારણે તણાવ પેદા થઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ઘ્વારા ડોકલામમાં ઓલ વેદર રોડનું નિર્માણ લગભગ પૂરું થઇ ચૂક્યું છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર ડોકલામને કારણે તણાવ પેદા થઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ઘ્વારા ડોકલામમાં ઓલ વેદર રોડનું નિર્માણ લગભગ પૂરું થઇ ચૂક્યું છે. ઇન્ટેલિજન્સ સૂત્રો ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ચીની સેનાએ 12 કિલોમીટર લાંબી મેરુગિલા-ડોકલામ રસ્તાનું નિર્માણ કામ પૂરું કરવાની નજીક છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2017 દરમિયાન ભારત અને ચીન વચ્ચે ડોકલામ રોડ નિર્માણ કામને કારણે વિવાદ થયો હતો. આ વિવાદ 73 દિવસ પછી ઓગસ્ટ 2017 દરમિયાન પૂરો થયો હતો.

આ પણ વાંચો: ડોકલામ વિવાદ: ચીને કહ્યું સેના વધારી ભારતે વિશ્વાસ તોડ્યો

નિર્માણ કામ સપ્ટેમ્બરથી ચાલુ

નિર્માણ કામ સપ્ટેમ્બરથી ચાલુ

આ વર્ષની શરૂઆતમાં જ ખબર આવી હતી કે ચીન, યુતુન્ગ મિલિટરી બેઝથી ડોકલામ વચ્ચે 12 કિલોમીટર લાંબા રોડનું નિર્માણ કરી રહ્યું છે. ઇન્ટેલિજન્સ સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરથી આ રોડનું નિર્માણ કામ ચાલુ છે અને હવે તે અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ચીન આવનારા દિવસોમાં ડોકલામમાં વધારે સૈનિકો ગોઠવી શકે છે.

બિપિન રાવત

બિપિન રાવત

હાલમાં જ સેના દિવસ પહેલા બિપિન રાવતે જણાવ્યું હતું કે ઇન્ડિયન આર્મી બોર્ડર નજીકના વિસ્તારોમાં રોડ નિર્માણનું કામ કરી રહી છે. તેમને કહ્યું કે અમે પણ કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છે થોડા વર્ષ પહેલા અમે તે કામ નહીં કરી શકતા હતા પરંતુ હવે અમે આ કામ પ્રાથમિકતા સાથે કરી રહ્યા છે.

ચીની બોર્ડર નજીક 44 રસ્તાઓનું નિર્માણ કરશે ભારત

ચીની બોર્ડર નજીક 44 રસ્તાઓનું નિર્માણ કરશે ભારત

જનરલ રાવતે એવું પણ જણાવ્યું છે કે ભારતની સેનાએ ચીની સેના સાથે વાતચીતમાં વધારો પણ કર્યો છે. ડોકલામ પછી વસ્તુઓ સકારાત્મક દિશામાં આગળ વધી છે. જયારે ઇન્ટેલિજન્સ સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચીની સેનાએ સિંચેલ લામાં લગભગ 4.9 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ કર્યું છે. ડોકલામ એવો વિવાદિત હિસ્સો છે જેના પર ચીન અને ભૂટાન બંને પોતાનો હક બતાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા આવેલી ખબર અનુસાર ચીની સીમા નજીક ભારત 44 સ્ટ્રેટિજિક રસ્તાઓનું નિર્માણ કરશે.

English summary
China army now inches closer to finishing construction of All weather road in Doklam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X