CoronaVirus: ચીન 20,000 દર્દીઓને મારી નાખશે! ચીને કહ્યું- અફવા ના ફેલાવો
બેઈજિંગઃ ચીનમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વાયરસથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 908 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 40,171 લોકો આ બીમારીથી સંક્રમિત થયા છે. જણાવવમાં આવી રહ્યું છે કે ચીન પોતાના તરફથી શક્ય તમામ કોશિશો કરી રહ્યા છે, ખાસ કરીને ચીને દર્દીઓ માટે નવી હોસ્પિટલનું પણ નિર્માણ કરાવ્યું છે. પરંતુ છતાં પણ મૃતકોની સંખ્યા વધતી જઈ રહી છે.

25 દેશોમાં દસ્તક આપી ચૂક્યો છે વાયરસ
આ વાયરસ માત્ર ચીન જ નહિ બલકે આખી દુનિયા માટે મોટી મુસીબત બની ચૂક્યો છે. એવું એટલા માટે કેમ કે ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ આ વાયરસ અત્યાર સુધી દુનિયાના 25 દેશોમાં દસ્તક આપી ચૂક્યો છે. કેટલાય અન્ય દેશોમાં માત્ર તેના મામલાની જ પુષ્ટિ નથી કરવામાં આવી રહી બલકે કેટલાક લોકોના મોત પણ થયાં છે. ભારતના કેરળ રાજયમાં પણ ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા હતા. જે બાદ અહીં રાજકીય કટોકટી પણ ઘોષિત કરી દેવામાં આવી હતી. જો કે હવે અહીં સ્થિતિ નિયંત્રણમાં છે.

ચીની પ્રશાસને અહેવાલ ફગાવ્યા
આ દરમિયાન એવી અફવા પણ ફેલાઈ રહી છે કે ચીને પોતાના 20 હજાર કોરોના વાયરસના દર્દીઓને મારવા માટે કોર્ટની મંજૂરી માંગી છે. જેથી કરીને આ મહામારી પર રોક લગાવી શકાય. જો કે ચીની પ્રશાસને આ અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ચીની પ્રશાસને કહ્યું કે આ વાત એકદમ ખોટી છે અને ચીનની સરકાર આ બીમારી સામે પૂરી મજબૂતાઈથી લડી રહી છે.

અફવા ફેલાવવી બંધ કરો
મામલામાં ચીની દુતાવાસના હવાલેથી કહેવામાં આવ્યું છે કે કેટલીય લિંક મળી રહી છે જે કોઈપણ રૂપે બિલકુલ સાચા નથી. દૂતાવાસનું કહેવું છે કે આવી અફવાઓ ફેલાવવી બંધ કરો કેમ કે આ એકદમ જૂઠ છે. સાથે જ ચીની દૂતાવાસે આવા કેટલાય પ્રયાસો વિશે જાણકારી આપી છે, જેનાથી કોરોના વાયરસને રોકવાની પૂરી કોશિશ કરવામાં આવી રહી છે.

અમેરિકાએ મદદ માટે હાથ લંબાવ્યા
અમેરિકાએ પણ કોરોના વાયરસની લપેટમાં આવી ગયેલ ચીન અને અન્ય દેશોની મદદ માટે 10 કરોડ ડોલર આપવાની ઘોષણા કરી દીધી છે. અમેરિકાએ અન્ય દેશોથી પણ સંકટથી નિપટવા માટે આગળ આવવાની અપીલ કરી છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ એક નિવેદનમાં કહ્યું કે અમે બાકી દુનિયાને અમારી પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, આ ખતરાથી નિપટવામાં અમે મોટી ભૂમિકા નિભાવી શકીએ છીએ.

અમેરિકી વસ્તુઓનુ કનસાઈનમેન્ટ વુહાન પહોંચ્યું
જ્યારે ચીની વિદેશી મત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું કે અમેરિકાથી વસ્તુઓનું એક કન્સાઈનમેન્ટ વુહાન પહોંચી ચૂક્યું છે. આ એજ શહેર છે જ્યાંથી આ બીમારી ફેલાવી શરૂ થઈ હતી અને અહીંથી તેના સૌથી વધુ મામલા સામે આવ્યા છે.

ભારતે પણ મદદની રજૂઆત કરી
આ ઉપરાંત ભારતે પણ ચીનને મદદની રજૂઆત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ચીની પ્રેસિડેન્ટ શી જિનપિંગને પત્ર લખત મદદ રજૂ કરી. સાથે જ મૃતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ હુબેઈ પ્રાંતથી ભારતીયોને કાઢવા માટે ચીની સરકાર તરફથી આફવામાં આવેલી સુવિધાઓ માટે પણ જિનપિંગ પ્રશાસનના વખાણ કર્યાં છે.