પાક. માટે ખરાબ સમાચાર, 26/11ના ન્યાય માટે ચીન પણ ભારતના પડખે
બેઇજીંગ, 3 ફેબ્રુઆરી: પાકિસ્તાને એક તરફ તો મિલિટ્રી ડેની પરેડ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ખાસ મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે. જ્યારે ચીને તેના માટે એક મુસીબત ખડી કરી દીધી છે. ચીને એક મહત્વ અને મોટા પગલા સ્વરૂપે યૂનાઇટેડ નેશન્સમાં ભારતના એ પ્રસ્તાવનું સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે કે જે આતંકવાદની વિરુદ્ધ છે. વિશ્લેષકોનું માનીએ તો આ પ્રસ્તાવ સંપૂર્ણ રીતે પાકિસ્તાનની વિરોધમાં છે.
શું છે યૂએન ચાર્ટર
ભારતે 26/11ના આરોપીઓને જોકે પાકમાં છે, તેમને સજા અપાવવાના ઉદ્દેશ્યથી એક રિઝોલ્યૂશનની માંગ કરી છે. આ રિઝોલ્યૂશન હેઠળ તે દેશોની વિરુદ્ધ કડક કાર્યવાહીનું પ્રાવધાન છે જેમણે આતંકવાદને પોતાને ત્યાં પ્રોત્સાહન આપી રહ્યા છે અને આતંકવાદી સંગઠનોને આર્થિક મદદ પહોંચાડી રહ્યા છે.
ચીનમાં ઉછેરાતું આતંકવાદ
વિશ્લેષકોનું માનવું છે કે આ વાતને લઇને ખૂબ જ ખુશ છે કારણ કે ચીન અને પાકિસ્તાન ખૂબ જ નજીક છે. સાથે જ થોડા દિવસ પહેલા જ ચીને રાષ્ટ્રપતિ શી ઝીનપિંગે પાકિસ્તાનને પોતાનો ખાસ મિત્ર ગણાવ્યો હતો.
હવે ચીને આ જાહેરાતથી ઇસ્લામાબાદમાં હલનચલન મચાવવી લાજમી છે. ચીનના શિઝાંગ પ્રાંત છેલ્લા ઘણા સમયથી ગતિવિધિયોથી ઝઝૂમી રહ્યો છે. ચીન હંમેશાથી આ વાત કહેતું આવ્યું છે કે તેના ત્યાં જે આતંકવાદી શક્તિઓ છે તેને વિદેશી શક્તિઓ પ્રોત્સાહન આપી રહી છે.