UNGAમાં ચીને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, નારાજ ભારતે આપ્યો ઝડબાતોડ જવાબ
નવી દિલ્હીઃ ચીની વિદેશ મંત્રી વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉટાવ્યો. તેમણે કાશ્મીરને ભૂતકાળનો વિવાદ ગણાવ્યો. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી દ્વારા જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખનો ઉલ્લેખ કરવા પર શનિવારે વાંધો જતાવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે અને ક્ષેત્રમાં હાલનો ઘટનાક્રમ સંપૂર્ણ રીતે દેશનો આંતરિક મામલો છે.
ચીની વિદેશ મંત્રી વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર ઉદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે કાશ્મીર ભૂતકાળનો વિવાદ ચે, અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય સમજૂતીઓ મુજબ કાશ્મીરનો યોગ્ય અને શાંતિપૂર્ણ હલ નિકળવો જોઈએ. તેમણે કહ્યું કે યથાસ્થિતિમાં બદલાવ આવે તેવાં કોઈપણ પગલાં ન ભરવાં જોઈએ. યીએ વધુ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન પાડોસી હોવાને નાતે તેઓ ઉમ્મીદ કરે છે કે બંને પક્ષો વચ્ચે વિવાદનો ઉકેલ યોગ્ય રીતે થાય અને સંબંધોમાં સ્થિરતા આવે.
ચીનના નિવેદન પર પલટવાર કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે અમને ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર કરવામાં આવેલ ટિપ્પણી વિશે માલૂમ પડ્યું. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ છે તે વાતથી ચીન સારી રીતે વાકેફ છે. તેમણે કહ્યું કે અમે ઉમ્મીદ કરીએ છીએ કે અન્ય દેશ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરશે.
કુમારે કહ્યું કે ભારત ઉમ્મીદ કરે છે કે અન્ય દેશ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરે. તેમણે કહ્યું કે અમે ઉમ્મીદ કરીએ છીએ કે અન્ય દેશ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરશે અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ગેરકાનૂની ચીન પાકિસ્તાન આર્થિક કૉરિડોર દ્વારા યથાસ્થિતિને પરિવર્તિત કરવાના પ્રયાસોથી બચશે. જણાવી દઈએ કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પોતાના સંબોધન દરમિયાન એકવાર ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કાશ્મીરથી કર્ફ્યૂ હટ્યા બાદ ત્યાં ભારે રક્તસ્ત્રાવ થશે. અગાઉ ભારતના પીએણ નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં દુનિયાને શાંતિ સંદેશ આપ્યો.
કોર્ટનો આદેશ ગમે તે હોય, નવરાત્રી પર ડીજે વાગશેઃ પ્રજ્ઞા ઠાકુર