For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન પોતાના હાઈટેક ઉપકરણ થી બોર્ડર પર નજર રાખશે

ચીનની સેના બોર્ડર પર પહેરો વધારીને નવા અને હાઈટેક ઉપકરણ ઉપયોગમાં લઇ રહી છે. આ નવા ઉપકરણોમાં સેટેલાઇટ સિસ્ટમથી પૂર્વ ચેતવણી સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ચીનની સેના બોર્ડર પર પહેરો વધારીને નવા અને હાઈટેક ઉપકરણ ઉપયોગમાં લઇ રહી છે. આ નવા ઉપકરણોમાં સેટેલાઇટ સિસ્ટમથી પૂર્વ ચેતવણી સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવશે. જેના કારણે બોર્ડર પર નજર રાખી શકાશે. એશિયાના 14 દેશોથી ઘેરાયેલા ચીન પોતાની સીમા પર કેમેરાનો ઉપયોગ કરી પોતાની ક્ષમતા વધારશે. પરંતુ હજુ સુધી ચીન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બધી જ બોર્ડર માટે છે કે પછી કેટલીક જગ્યા પર જ તેનો ઉપયોગ થશે. ચીન 3488 કિલોમીટર વાળી લાઈન ઓફ એક્સ્ચુઅલ કંટ્રોલ સીમા પર અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબ્બત તરીકે પોતાનો હિસ્સો બતાવતું આવ્યું છે.

કોઈ પણ જોખમ સામે મળશે મદદ

કોઈ પણ જોખમ સામે મળશે મદદ

ચીની ન્યુઝપેપર ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરતા મિલિટ્રી એક્સપર્ટ સોન્ગ ઝૉન્ગપિંગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીમા પર હાઈટેક ઉપકરણ ઘ્વારા કોઈ પણ જોખમને પહેલાથી આંકી લેવામાં મદદ મળશે. તેમને જણાવ્યું કે બોર્ડર એરિયાને કંટ્રોલ અને મોનીટરીંગમાં લાવવામાં માટે ડ્રોન અને ટ્રેકિંગ વાહનો ઉપયોગમાં લેવામાં આવશે.

ભારત સાથે ટકરાઈ રહેલા વિસ્તારોમાં સુરક્ષા વધારી

ભારત સાથે ટકરાઈ રહેલા વિસ્તારોમાં સુરક્ષા વધારી

ગ્લોબલ ટાઈમ્સ અનુસાર ચીને એવા વિસ્તારમાં પોતાની શક્તિ વધારી છે ત્યાં ભારત સાથે હંમેશા તણાવ રહે છે. આ રિપોર્ટ અનુસાર ચીને લદાખની પેંગોંગ ઝીલ નજીક એક બોટ તૈયાર કરી છે. જે કોઈ પણ ધાતુ વિના બની છે. બરફનો સામનો કરીને પણ આ બોટ 17 સશસ્ત્ર સૈનિકોને લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.

ચીની સેના 20 કરતા પણ વધારે ઉપકરણો ટેસ્ટ કરી ચુકી છે

ચીની સેના 20 કરતા પણ વધારે ઉપકરણો ટેસ્ટ કરી ચુકી છે

ચીન ઘ્વારા હજુ સુધી એલઓસી પર પોતાના નવા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી/ પરંતુ તેમને 20 કરતા પણ વધારે ઉપકરણો ટેસ્ટ કરી લીધા છે/ સોન્ગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બદલાવ ચીની સેનાને મિલિટ્રી ટેક્નોલોજી ક્ષમતા વધારામાં મદદ કરશે.

English summary
China plan using new equipment all weather border monitoring
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X