India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની બેલગામ રોકેટ હિંદ મહાસાગરમાં ખાબકી, ચીની મીડિયાએ કર્યો આ દાવો

|
Google Oneindia Gujarati News

અંતરિક્ષમાં બેકાબૂ થઈ ચૂકેલી ચીનની 21 હજાર કિલોની બેલગામ રોકેટ પૃથ્વી પર ખાબકી છે. રિપોર્ટ મુજબ લૉગ-માર્ચ 5નો આ બેકાબૂ રોકેટ ભારત પાસે સમુદ્રમાં ખાબક્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રોકેટ હિન્દ મહાસાગરમાં ખાબકી છે. ચીની મીડિયાએ દાવો કર્યો કે 21 હજાર કિલોની અનિયંત્રિત થઈ ચૂકેલ આ રોકેટ ભારત પાસે સમુદ્રમાં ખાબકી છે. જો કે, રોકેટ નીચે ખાબકવાથી શું નુકસાન થયું તે અંગે હજી કંઈ પતો નથી ચાલી શક્યો.

ભારત પાસે ખાબકી બેલગામ રોકેટ

ભારત પાસે ખાબકી બેલગામ રોકેટ

ચીની મીડિયાએ દાવો કર્યો કે અંતરિક્ષમાં બેકાબૂ થઈ ચૂકેલ લૉગ-માર્ચ 5 રોકેટને ભારતના દક્ષિણપૂર્વ ભાગમાં અથવા શ્રીલંકા આસપાસ હિંદ મહાસાગરમાં ખાબકી છે. જ્યારે અમેરિકાના સ્પેસ ફોર્સની રિપોર્ટ મુજબ અંતરિક્ષમાં બેકાબૂ થઈ ચૂકેલ આ ચીની રૉકેટ 18 હજાર માઈલ પ્રતિ કલાકની ગતિએ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો હતો, જેને કારણે આ ક્યાં પડ્યો હતો તેની પુષ્ટિ કરી શકાય તેમ નથી. જો કે હજી સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી મળ્યા.

પડતા પહેલાં સળગી ગયો હતો ભાગ

પડતા પહેલાં સળગી ગયો હતો ભાગ

રિપોર્ટ મુજબ પૃથ્વીના વાયુમંડળમાં આવ્યા બાદ આ રોકેટનો ભાગ સળગી ગયો હતો. પરંતુ જો આ ભાગ કોઈ શહેર પર પડ્યો હોત તો ભારે તબાહી મચી ગઈ હોત. ચીની મીડિયાના રિપોર્ટ મુજબ આ રોકેટને લઈ ત્રણ અલગ અલગ કક્ષાઓની સંભાવના જતાવાઈ હતી, જેમાં એક પૃથ્વી પર તો ત્રણ સમુદ્રમાં હતા. આ રોકેટ 100 ફીટ લાંબી અને 16 ફીટ પહોડી હતી અને તેનું વજન 21 ટન નજીકનું હતું. પહેલાં આશંકા જતાવાઈ રહી હતી કે આ રોકેટ અમેરિકાના ન્યૂયોર્ક, ન્યૂજીલેન્ડ, ચિલી અથવા મૈડ્રિડની આસપાસ ક્યાંક પડી શકે છે. આ રોકેટ ભારતમાં અથવા ઓસ્ટ્રેલિયામાં પણ પડવાની આશંકા જતાવાઈ હતી. પરંતુ હવે ચીની મીડિયાએ દાવો કર્યો કે આ રોકેટ ભારતની નજીક હિંસ મહાસાગરમાં પડી.

સમુદ્રમાં પડવાની સંભાવના હતી

સમુદ્રમાં પડવાની સંભાવના હતી

કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે પૃથ્વીના બે તૃતિયાંશ ભાગમાં પાણી છે, એવામાં ઉમ્મીદ કરવી જોઈએ કે ચીનનો બેકાબૂ થઈ ચૂકેલો આ રોકેટ કોઈને કોઈ સમુદ્રમાં પડી શકે છે. જો કે આ સમુદ્રમાં પડવાને લઈને પણ ઈનકાર ના કરી શકાય. જ્યારે ફૉક્સ ન્યૂજે વૈજ્ઞાનિકોના હવાલેથી કહ્યું હતું કે આ રોકેટ ન્યૂયોર્કના ઉત્તરી ભાગમાં અથવા તો પછી ચીનની રાજધાની બેઈજિંગમાં અથવા તો ન્યૂઝીલેન્ડના દક્ષિણી ભાગમાં પડી શકે છે. જ્યારે હાવર્ડ યૂનિવર્સિટીના એયરોસ્પેસના પ્રોફેસર જોનાથન મેક્ડવેલે કહ્યું હતું કે, 'આ રોકેટને લઈ વધુ ચિંતા કરવાની જરૂર હોય તેવું મને નથી લાગતું, આ રોકેટ થોડું-ઘણું નુકસાન કરી શકે છે. કોઈ શહેરને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ તેનું રિસ્ક બહુ ઓછું લાગી રહ્યું છે. આ હિસાબે આ રોકેટની ચિંતાને લઈ હું તમારી ઊંઘ હરામ નહિ કરું.'

ચીની રોકેટ કેવી રીતે અનિયંત્રિત થયો?

ચીની રોકેટ કેવી રીતે અનિયંત્રિત થયો?

બેકાબૂ થયેલ ચીનની આ રોકેટનું નામ લૉગ માર્ચ 5બી રૉકેટ છે અને તેનું વજન 21 ટન એટલે કે 21 હજાર કિલો છે. જેને 29 એપ્રિલે જ લૉન્ચ કરવામાં આવી હતી પરંતુ અંતરિક્ષમાં ગયા બદ આ રોકેટ આઉટ ઑફ કંટ્રોલ થઈ ગઈ હતી. જેને પગલે આ રૉકેટ પર નિયંત્રણ બનાવવું ઘણું મુશ્કેલ થઈ રહ્યું હતું. જો વસ્તી વાળા વિસ્તારમાં આ 21 હજાર કિલોની રોકેટ ખાબકી હોત તો ભારે તબાહી મચાવી દીધી હોત.

ચીનની લાપરવાહી

ચીનની લાપરવાહી

વૈજ્ઞાનિક જોનાથન મૈકડોવેલ મુજબ આ ઘટના પાછળ ચીનની લાપરવાહી જવાબદાર હતી. જે રોકેટનું વજન 10 ટનથી વધુ હોય છે તેને આપણે બેકાબૂ થઈ અંતરિક્ષથી પડવા માટે ના છોડી શકીએ. તેમણે કહ્યું હતું કે પડવાની સંભાવના કેટલીય જગ્યાઓને લઈ જરૂર છે પરંતુ તેની રફ્તારમાં આવેલ થોડું પરિવર્તન તેની દિશાને બદલી શકે છે. તેમણે કહ્યું હતું કે આ 8થી 12 મે વચ્ચે ધરતી પર પડી શકે છે.

જર્નલ ધી લેન્સેટે ભારતમાં કોરોના મહામારી માટે મોદીને જવાબદાર ઠેરવ્યાજર્નલ ધી લેન્સેટે ભારતમાં કોરોના મહામારી માટે મોદીને જવાબદાર ઠેરવ્યા

ચીનના સ્પેશ મિશનનો ભાગ હતો

ચીનના સ્પેશ મિશનનો ભાગ હતો

જણાવી દઈએ કે ચીને અમેરિકાને ટક્કર આપવા માટે 29 એપ્રિલે સ્પેસ સ્ટેશનના પહેલા કોર કેપ્સ્યૂલ મૉડલને લૉન્ચ કર્યું હતું. ચીન અંતરિક્ષમાં પોતાનું અલગ સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે જે 2022 પૂરું થતા સુધી બનીને તૈયાર થઈ જશે. આના માટે ચીને 11 પ્લાન્ડ મિશન તૈયાર કર્યાં છે. હાલ સ્પેસમાં માત્ર નાસા દ્વારા તૈયાર કરવામાં આવેલ એકમાત્ર સ્પેશ સ્ટેશન છે. જ્યારે ચીને પોતાના સ્પેશ સ્ટેશનનું નામ ટિયોંગૉન્ગ રાખ્યું અને તેની ડિઝાઈન T આકારની કરવામાં આવી રહી છે. ચીન આ અંતરિક્ષ સ્ટેશનને પૃથ્વીની નિચલી કક્ષાથી 340 કિમીથી 350 કિમી વચ્ચે સ્થાપિત કરી રહ્યું છે અને તે મિશનમાં લાગેલ એક રોકેટ બેકાબૂ થઈ ધરતી પર ખાબકી છે.

English summary
China's unrestrained rocket fall into the Indian Ocean
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X