For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગાપોરમાં પીએમ મોદીના નિવેદનથી ચીન ખુશ, કહ્યુ સકારાત્મક સંબંધોની શરૂઆત

સિંગાપોરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ભારત અને ચીનના સંબંધો અંગે ટીપ્પણી કરવામાં આવી હતી. હવે ચીને પીએમ મોદીની આ ટીપ્પણીનું સ્વાગત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

સિંગાપોરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ભારત અને ચીનના સંબંધો અંગે ટીપ્પણી કરવામાં આવી હતી. હવે ચીને પીએમ મોદીની આ ટીપ્પણીનું સ્વાગત કર્યુ છે. પીએમ મોદીએ થોડા દિવસો પહેલા સિંગાપોરમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે દુનિયાના ભવિષ્ય માટે ભારત-ચીનનો સહયોગ સારો છે. પીએમ મોદી એપ્રિલમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અનૌપચારિક મુલાકાત માટે વુહાન ગયા હતા. પીએમ મોદી અને જિનપિંગની તે મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે.

ભારત અને ચીન દુનિયાનું ભવિષ્ય

ભારત અને ચીન દુનિયાનું ભવિષ્ય

સિંગાપોર પ્રવાસમાં પીએમ મોદીએ 17 માં શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લીધો હતો. મોદીએ અહીં કહ્યુ, "તેઓ દ્રઢતાપૂર્વક એ વાતનો વિશ્વાસ કરે છે કે જો ભારત અને ચીન એકબીજામાં ભરોસો અને આત્મવિશ્વાસ સાથે મળીને કામ કરે અને સાથે જ જો એકબીજાના હિતોનું ધ્યાન રાખે તો એશિયા અને દુનિયાનું ભવિષ્ય ઘણુ બહેતર છે. ચીનના એક ટૉર જનરલે પીએમ મોદીની પ્રશંસા કરી છે. તેમણે મોદીની આ ટીપ્પણીને બંને દેશો સાથેના સંબંધો સુધારનારી એક સકારાત્મક ટીપ્પણી દર્શાવી છે."

આગામી સપ્તાહે થશે મોદી-જિનપિંગની મુલાકાત

આગામી સપ્તાહે થશે મોદી-જિનપિંગની મુલાકાત

લેફ્ટેનેન્ટ જનરલ હી લેઈએ ચીનના મીડિયાને કહ્યુ, "મોદીએ પોતાના ભાષણમાં ચીન-ભારતના સંબંધો પર એક સકારાત્મક આકલન કર્યુ છે." ચીને એ વાતનું પણ ખાસુ ધ્યાન આપ્યુ કે મોદીએ પોતાના ભાષણમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત આ ચારે દેશોની સહભાગીતાનો ઉલ્લેખ કર્યો નહિ. વળી, તેમણે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર અંગે ચાલી રહેલી તનાતની અંગે પણ કંઈ કહ્યુ નહિ. પીએમ મોદીનું આ નિવેદન એ સમયે આવ્યુ જ્યારે તેઓ આગામી સપ્તારહે શાંઘાઈ કૉ-ઓપરેશન ઑર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ માટે ચીન જવાના છે અને ફરીથી એક વાર જિનપિંગની મુલાકાત કરશે.

બે મહિનાથી ઓછા સમયમાં બીજી એક મુલાકાત

બે મહિનાથી ઓછા સમયમાં બીજી એક મુલાકાત

બે મહિનાથી પણ ઓછા સમયમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત કિંગદાઓ શહેરમાં થશે. અહીં ફરીથી બંને નેતા દ્વિપક્ષીય મુલાકાત કરશે. ભારત ઉપરાંત પાકિસ્તાન પણ આ સમિટમાં શામેલ થશે. 28 અને 29 એપ્રિલના રોજ સેન્ટ્રલ ચીનના વુહાન શહેરમાં મોદી અને જિનપિંગ વચ્ચે એક અનૌપચારિક મુલાકાત થઈ હતી. 10 કલાકના સમયમાં બંને નેતાઓએ ઘણા અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી હતી. એસસીઓ સમિટ પહેલા પીએમ મોદીનું આ સકારાત્મક નિવેદન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલુ માનવામાં આવી રહ્યુ છે.

ચૂંટણીમાં થશે ફાયદો

ચૂંટણીમાં થશે ફાયદો

એ પણ માનવામાં આવી રહ્યુ છે કે સિંગાપોરમાં આપેલા ભાષણ અને સકારાત્મક ટિપ્પણી બાદ આગામી વર્ષે થનાર ચૂંટણીમાં પણ તેમને ફાયદો મળી શકે છે. ચીનના સરકારી વર્તમાનપત્ર ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરતી વખતે શંઘાઈ એકેડમી ઑફ સોશિયલ સાયન્સમાં રિસર્ચર હ્યુ ઝિયોંગે કહ્યુ, "મોદીની ટિપ્પણીથી એ સંકેત મળ્યો છે કે તે ભારત-ચીન સંબંધો સુધારવાની દિશામાં કામ કરી રહ્યા છે જેમાં ગયા વર્ષે ડોકલામ તણાવ બાદ કડવાશ આવી ગઈ હતી." તેમણે આગળ કહ્યુ કે, "મોદી પ્રશાસનને આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં વધુ મત મેળવવા માટે ભારત-ચીન વચ્ચે સુદ્રઢ સંબંધોની જરૂરત છે."

English summary
China has welcomed Prime Minister Narendra Modi' remark in Singapore forum where he said that India-China cooperation is good for the world's future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X