• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોનાના દલદલમાં ચીને જ દુનિયાને ધકેલ્યુ! ત્રણ રિસર્ચર નવેમ્બર 2019માં થયા હતા કોરોના વાયરસથી સંક્રમિત

|
Google Oneindia Gujarati News

બેઈજિંગ/વૉશિંગ્ટનઃ કોરોના વાયરસને ચીને જ બનાવ્યો છે અને આ મહામારીના દલદલમાં દુનિયાને ચીને ધકેલ્યો છે આ વિશેની શંકા હવે વધુ દ્રઢ બનતી જઈ રહી છે. ખુલાસો થયો છે કે નવેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં સ્થિતિ વુહાન ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલૉજીના ત્રણ રિસર્ચર બિમાર પડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સનસનીખેજ રિપોર્ટનો ખુલાસો કર્યો છે અમેરિકાના પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે. રિપોર્ટ મુજબ ચીનને ખબર હતી કે એક જાનલેવા વાયરસ તેની લેબમાંથી બહાર આવી ચૂક્યો છે તેમ છતાં તેણે કોરોના વાયરસ વિશે દુનિયાને અંધારામાં રાખી.(WHOની ટીમના સભ્ય)

ત્રણ ચીની રિસર્ચર પડ્યા હતા બિમાર

ત્રણ ચીની રિસર્ચર પડ્યા હતા બિમાર

વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ વુહાન ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલૉજીના ત્રણ રિસર્ચર નવેમ્બર 2019માં કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા. વૉલ સ્ટ્રીટ જર્નલે તમામ પુરાવાના આધારે દાવો કર્યો છે કે જે સમયે ચીનમાં કોરોના વયારસની ઉત્પત્તિ થઈ ગઈ હતી અને ત્રણે રિસર્ચ કરનારા એક સાથે જ હોસ્પિટલમાં ગયા એ સાબિત કરે છે કે તે કોરોના વાયરસથી સંક્રમિત હતા અને ચીને જ કોરોના વાયરસને બનાવ્યો છે. માત્ર બનાવ્યો છે એટલુ જ નહિ પરંતુ ચીને કોરોના વાયરસને દુનિયામાં ફેલાવ્યો છે. વૉલ સ્ટ્રીટ જર્નલે આ ખુલાસો એ સમયે કર્યો છે જ્યારે ડબ્લ્યુએચઓની ડિસિઝન મેકિંગ બૉડી ફરીથી કોવિડ-19ની તપાસ માટે બેઠક કરવાની છે જેમાં આવતા તબક્કા વિશે નિર્ણય થવાનો છે.

અમેરિકાની પ્રતિક્રિયા

અમેરિકાની પ્રતિક્રિયા

વળી, વૉલ સ્ટ્રીટ જર્નલના આ ખુલાસા પર અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે કહ્યુ છે કે, 'જો બાઈડેનની ટીમને કોરોના વાયરસની ઉત્પત્તિ અને શરૂઆતના દિવસો માટે ઘણી ચિંતા છે.' અમેરિકાએ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવકતાએ કહ્યુ કે, 'અમેરિકાની સરકાર ડબ્લ્યુએચઓ સાથે સતત સંપર્કમાં છે અને સાથે મળીને કામ કરી રહી છે જેમાં ઘણા બીજા દેશો શામેલ છે અને અમે કોઈ રાજકીય ભેદભાવ કે રાજકીય હેતુ વિના કોરોના વાયરસની ઉત્પત્તિ વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે.' તેમણે કહ્યુ કે, 'અમે તપાસ રિપોર્ટ સામે આવવા સુધી કે તપાસ ખતમ થવા સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવા નથી માંગતા જેનાથી આ આખો ઘટનાક્રમ પૂર્વ નિયોજિત લાગે કે પછી એવુ લાગે કે અમે કોઈ પરિણામ પર પહોંચી ચૂક્યા છે. પરંતુ અમે એ વાતને સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ચીનની લેબમાંતી વાયરસ નીકળ્યો છે, આ થિયરી વિશે નિષ્પક્ષ અને ઠોસ તપાસ થાય.'

વિશ્વના ઘણા દેશોને છે ચીન પર શંકા

વિશ્વના ઘણા દેશોને છે ચીન પર શંકા

અમેરિકા, નૉર્વે, કેનાડા, બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોને આ વર્ષે માર્ચમાં ડબ્લ્યુએચઓના એ રિપોર્ટ પર ચિંતા વ્યક્ત કરી કરી હતી જેમાં ડબ્લ્યુએચઓની ટીમે ચીન જઈને કોરોના વાયરસના જન્મ વિશે તપાસ કરી હતી. આ દેશોએ આગળ વધુ તપાસની માંગ કરી હતી અને માંગ કરી હતી કે ચીને એ દરેક માહિતી આપવી જોઈએ જે આની તપાસ માટે જરૂરી હોય. જેમાં શરૂઆતના સમયમાં બિમાર પડેલા દર્દીઓના નામ, જાનવરોના નામ અને શરૂઆતના સમયના આંકડા આપવાની પણ માંગ કરવામાં આવી હતી. વળી, સૂત્રોનુ કહેવુ છે કે અમેરિકા ઈચ્છે છે કે કોરોના વાયરસની તપાસ માટે ચીન સંપૂર્ણપણે સહયોગ કરે અને પારદર્શિતા બતાવે. વળી, અમેરિકા સ્થિત ચીની દૂતાવાસે વૉલ સ્ટ્રીટ જર્નલના આ ખુલાસા પર પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરી દીધો છે.

ચીન શું કહે છે?

ચીન શું કહે છે?

ચીને વૉલ સ્ટ્રીટ જર્નલના આ ખુલાસા પર ભલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા ન આપી હોય પરંતુ રવિવારે ચીની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, 'ડબ્લ્યુએચોની તપાસ ટીમે પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે ચીનની લેબમાંથી કોરોના વાયરસની ઉત્પત્તિની સંભાવના ઘણી વધુ છે પરંતુ તપાસ રિપોર્ટ બાદ પણ અમેરિકા લેબ થિયરીને હવા આપી રહ્યુ છે.' આ પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલીને કહી ચૂક્યા છે કે કોરોના વાયરસને ચીને જ બનાવ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે શંકા વ્યક્ત કરી હતી કે કોરોના વાયરસ ચીનની પ્રયોગશાળામાંથી જ નીકળ્યો જાનલેવા વાયરસ છે. જો કે, ચીનને તમામ આરોપોને ફગાવી દીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ ખતમ થયા બાદ તેમના વિદેશ મંત્રાલયે જે રિપોર્ટ સોંપ્યો હતો તેમાં કહેવામાં આવ્યુ હતુ કે, 'અમેરિકાની સરકાર પાસે એવી ઘણી માહિતીઓ છે જે એ વિશ્વાસ કરવા માટે પૂરતી છે કે ચીનની પ્રયોગશાળામાંથી જ વાયરસ નીકળ્યો છે. 2019ના અંતિમ મહિનાઓમાં વુહાન પ્રયોગશાળામાં ઘણા રિસર્ચ કરનારા સંક્રમણનો શિકાર થયા હતા. અમેરિકાના ઘણા શોધકર્તા એ વખતે બિમાર પડ્યા હતા જ્યાં સુધી ચીને અધિકૃત રીતે કોરોના વાયરસ સંક્રમણની વાતનો સ્વીકાર પણ નહોતો કર્યો અને ચીનમાં પણ કોરોના વાયરસનો પહેલો કેસ સામે નહોતો આવ્યો.'

ડૉ. એંથની ફાઉચીને પણ શંકા

ડૉ. એંથની ફાઉચીને પણ શંકા

રવિવારે અમેરિકામાં મહામારી વિશેષજ્ઞ ડૉ. એંથની ફાઉચીએ કહ્યુ હતુ કે, 'તે એ વાતને માનવા માટે સંમત નથી થઈ રહ્યા કે કોવિડ-19 એક પ્રાકૃતિક વાયરસ છે અને તે પોતાની જાતે વિકસિત થઈને ફેલાયો છે.' ડૉ. એંથની ફાઉચીએ પણ કોરોના વાયરસની ઉત્પત્તિ વિશે ઉંડી તપાસની માંગ કરી છે. વળી, તેમણે પણ ચીન પર શંકા વ્યક્ત કરી છે અને ચીને આ વાયરસ સાથે સંબંધિત તમામ માહિતીઓ પારદર્શી રીતે દુનિયા સામે મૂકવાની માંગ કરી છે. ડૉ. એંથની ફાઉચીએ કહ્યુ હતુ કે મને લાગે છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ વિશે વધુ તપાસની જરૂર છે અને આપણે એ જાણવાની જરૂર છે કે છેવટે ચીનમાં એ વખતે શું થયુ હતુ અને શું થઈ રહ્યુ હતુ અને આપણે તપાસ બાદ જ અંતિમ પરિણામ પર પહોંચવુ જોઈએ.'

English summary
China-Wuhan lab 3 researchers became infected with the Corona virus in November 2019: Wall Street Journal report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X