For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાડોસીઓ સાથે યુદ્ધની તૈયારીમાં વેગ લાવે સેનાઃ ચીન

|
Google Oneindia Gujarati News

chinese_military
બેઇજિંગ, 2 એપ્રિલઃ પાડોસીઓ સાથે ચીનના વધી રહેલા સમુદ્રી તણાવ વચ્ચે એક ટોચના ચીની સૈન્ય અધિકારીએ સશસ્ત્ર દળોને લડાઇ તૈયારી મજબૂત કરવા અને યુદ્ધમાં જીત સુનિશ્ચિત કરવા આહવાન કર્યું છે. કેન્દ્રિય સૈન્ય આયોગના ઉપાધ્યક્ષ ફાન ચાંગલોંગએ જિંગાસૂ, ફજિયાન અને ઝેજિયાંગ પ્રાંતોના સૈનિકોને મુલાકાત દરમિયાન ઉક્ત ટિપ્પણી આપી છે.

આયોગે 23 લાખ સૈનિકોવાળી સેના પર નિયંત્રણ રાખતું ટોચનું એકમ છે, જેના અધ્યક્ષ રાષ્ટ્રપતિ શી ચિનફિંગ છે. ફાને કહ્યું છે કે સેનાની જીત સુનિશ્ચિત કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઇએ અને તીક્ષ્ણ મારક ક્ષમતા કાયમ રાખવી જોઇએ.

તેમણે કહ્યું કે, સૈન્ય અધિકારીઓ અને સૈનિકોને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રિય સમિતિએ પ્રતિ નિષ્ઠાવાન અને વિશ્વાસપાત્ર રહેવું જોઇએ તથા તેમના નિર્દેશોનું પાલન કરવું જોઇએ. તેમનું નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે ચીન વિવાદિત દ્વીપોને લઇને જાપાન અને દક્ષિણ ચીન સાગર પર સંપ્રભૂતાને લઇને દક્ષિણ પૂર્વ એશિયન દેશો સાથે વઘતા તણાવની સામે ઝજૂમી રહ્યું છે.

English summary
A senior Chinese military official has called on the armed forces to strengthen combat preparedness and ensure victories in wars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X