For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન? જિનપિંગે સૈન્ય તાકાત વધારવા કહ્યું

યુદ્ધની તૈયારમાં છે ચીન? જિનપિંગે સૈન્ય તાકાત વધારવા કહ્યું

|
Google Oneindia Gujarati News

શાંઘાઈઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શુક્રવારે પોતાની સેનાઓને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે. જિનપિંગે ચીની સેનાને સ્પષ્ટ કહ્યું કે તેમણે દેશની જરૂરત સમજવી પડશે. સાથે જ એ બધું કરવું પડશે જેનાથી તેઓ યુદ્ધ માટે તૈયાર થઈ શકે છે. જિનપિંગ તરફથી સેનાને આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે તેમણે પાછલા દિવસોમાં તાઈવાનને ધમકી આપી હતી. જિનપિંગે તાઈવાનને ધમકાવતા કહ્યું હતું કે તેઓ આ દ્વીપને ચીનમાં ભેળવા માટે સેનાની મદદ લઈ શકે છે પરંતુ જો શાંતિપરૂ્ણ હલ નિકળે તો સારું રહેશે.

સેનાએ પોતાની તાકાત વધારવી પડશે

સેનાએ પોતાની તાકાત વધારવી પડશે

જિનપિંગ શુક્રવારે ટૉપ જનરલ્સની સાથે મીટિંગ કરી રહ્યા હતા. આ મીટિંગમાં તેમણે મહત્વની વાત કહી છે. ચીન, સાઉથ ચાઈના સી પર વધતા વિવાદની વચ્ચે પોતાની સેનાની તાકાતમાં વધારો કરવા ઈચ્છે છે. આ ઉપરાંત તાઈવાનને ટ્રેડ સ્ટેટસ આપવા પર અમેરિકાની સાથે તેનો તણાવ વધી રહ્યો છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆ તરફથી કહેવામાં આવ્યું છે કે જિનપિંગે દેશના ટૉપ મિલિટ્રી લીડર્સની સાથે મીટિંગ કરી છે. આ મીટિંગમાં તેમણે કહ્યું કે ચીન હવે કેટલાય પ્રકારના ખતરા અને પડકારનો સામનો કરવા માટે મજબૂર છે. આ કારણે સેનાઓને દેશની સુરક્ષા અને ડેવલપમેન્ટ સાથે જોડાયેલ જરૂરીયાતો સમજવી જોઈએ.

સેન્ટ્રલ મિલિટ્રી કમીશનના ચેરમેન જિનપિંગ

સેન્ટ્રલ મિલિટ્રી કમીશનના ચેરમેન જિનપિંગ

જિનપિંગ ચીનના સેન્ટ્રલ મિલિટ્રી કમીશનના ચેરમેન પણ છે. તેમણે મીટિંગમાં કહ્યું કે સેનાને નવા જમાના માટે જાણી-સમજીને એક રણનીતિ તૈયાર કરવી જોઈએ. સાથે જ તેમણે યુદ્ધની તૈયારીઓ અને તેનાથી નિપટવાની જવાબદારી પણ લેવી રહેશે. જિનપિંગે ક્યું કે દુનિયા આ સમયે આવા પ્રકારના પડકારોનો સામનો કરી રહી છે જે આ સદીમાં અગાઉ ક્યારેય જોવા નહોતી મળી. જિનપિંગે કહ્યું કે સેનાએ ઈમરજન્સીનો જવાબ આપવા યોગ્ય અને જોઈન્ટ ઓપરેશનની ક્ષમતાઓ અનુરુપ ખુદને અપગ્રેડ કરવી પડશે.

તાઈવાનને આપી ધમકી

તાઈવાનને આપી ધમકી

બુધવારે જિનપિંગે નિવેદન આપ્યું હતું કે ચીન પાસે હજુ સુધી અધિકાર છે કે તે સેનાનો ઉપયોગ બાદ તાઈવાનને પોતાના ક્ષેત્રમાં ભેળવી શકે છે. જિનપિંગે તાઈવાન પર આ મહત્વનું નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ પગલાં બાદ આપ્યું છે જેમાં ટ્રમ્પે કહ્યું એક કાનૂન પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાને એશિયા રિએશ્યોરેન્સ ઈનીશિએટિવ એક્ટ કહેવાય છે. આ એક્ટ પર તેમના હસ્તાક્ષર બાદ અમેરિકા, તાઈવાનની રક્ષા માટે પ્રતિબદ્ધ થઈ ગયું છે.

રાજસ્થાનઃ કોંગ્રેસે એવા નેતાઓની યાદી માગી જેમણે ચૂંટણીમાં કોંગ્રેસને જ નુકસાન પહોંચાડ્યું હોય રાજસ્થાનઃ કોંગ્રેસે એવા નેતાઓની યાદી માગી જેમણે ચૂંટણીમાં કોંગ્રેસને જ નુકસાન પહોંચાડ્યું હોય

English summary
Chinese President Xi Jinping has told his army to be war ready and more hardships.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X