ચીનમાં ઓનલાઇન મજાક પર રોક, વેબસાઈટ પર લાગ્યો ભારે દંડ

Posted By:
Subscribe to Oneindia News

ચીનમાં હવે લોકો તરફ થી મજાક કરવું અને તેના પર હસવા બાબતે સરકાર નજર રાખી રહી છે. ચીને ઓનલાઇન મજાક પર સખત પગલાં લેવાના ચાલુ કરી દીધા છે. ચીનમાં શી જિનપિંગ ઘ્વારા ફરી સત્તા સંભાળવામાં આવી છે. તેમની સરકારે નક્કી કર્યું છે કે લોકો ઓનલાઇન શું કહે છે અને કઈ વાત પર હસશે તે પણ હવે સરકાર નક્કી કરશે. ચીનમાં ક્લચર મિનિસ્ટ્રી તરફથી કમ્યુનિસ્ટ પાર્ટીના નાયકોની પેરોડી પોસ્ટ કરનાર વેબસાઈટ પર દંડ ફટકાર્યો છે. મિનિસ્ટ્રી તરફથી વીડિયો સાઈટ અને પર ક્લાસિક કામ ખરાબ કરવા અને તેનો મજાક ઉડાવવા માટે દંડ ફટકાર્યો છે.

ચીન ના સખત નિયમ

ચીન ના સખત નિયમ

મંત્રાલય તરફ થી આ વાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો કે તેમના પર કેટલો દંડ ફટકાર્યો છે. ઓનલાઇન પેરેડી પર પ્રતિબંધ લગાવવાવાળા નવા નિયમ બહાર પાડ્યા અને બે અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં મામલો સામે આવ્યો. હાલમાં મંત્રાલય ઘ્વારા આ વીડિયો વિશે જાણકારી આપવામાં આવી નથી જેના કારણે વેબસાઈટ પર દંડ લગાવ્યો છે.

ઈન્ટરનેટ પર સૌથી વધુ પ્રતિબંધ

ઈન્ટરનેટ પર સૌથી વધુ પ્રતિબંધ

મંત્રાલય ઘ્વારા સોમવારે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં એક કંપની સિચુઆન સેન્સી તિઆનફૂ મીડિયા પર ક્રાંતિકારી ગીત "યેલો રિવર કેનટાટા" પર પેરેડી બનાવવા માટે સૌથી વધુ દંડ લગાવ્યો છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે ચીન ઈન્ટરનેટ પર સૌથી વધુ પ્રતિબંધ લગાવનાર દેશ છે. આ દેશમાં ફેસબૂક અને ટ્વિટર જેવી સાઈટો બેન છે.

બેન પછી પણ ઈન્ટરનેટ ફેમસ

બેન પછી પણ ઈન્ટરનેટ ફેમસ

ચીનમાં સેન્સરશીપ લગાવ્યા પછી પણ અહીં ઈન્ટરનેટ ઘણું ફેમસ છે. અહીં લોકો હંમેશા રાષ્ટ્રીય મીડિયાનો મજાક ઉડાવવા અથવા સામાજિક મુદ્દા સામે લાવવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ ખુબ જ કરે છે.

English summary
Chinese websites fined for posting parodies of 'Communist classics and heroes'

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.