For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓ દુનિયાભરમાં કેવી મસ્ત રીતે ઉજવાય છે ક્રિસમસ

|
Google Oneindia Gujarati News

ક્રિસમસના રંગમાં આજે દુનિયા રંગાઇ ગઇ છે. પહેલા તો આ તહેવાર ખાલી યુરોપીય દેશો કે જ્યાં સૌથી વધુ ખ્રિસ્તીઓ રહેતા હતા ત્યાં જ ઉજવાતો હતો. પણ ધીરે ધીરે હવે દિવાળી અને ઇદની જેમ દુનિયાભરમાં ભારે ધામધૂમ અને ખુશીથી ઉજવવામાં આવી રહ્યો છે. અને અન્ય કોઇ તહેવારની જેમ ખુશી ફેલાવી રહ્યો છે.

ત્યારે ભારત ભરમાં જ્યાં અનેક નાના બાળકોએ સાન્તા ક્લોઝની વેશભૂષા કરીને ગ્રીફ્ટ વેચીને શેયર કરવાની વાત શીખી. તો કેટલીક તસવીરોમાં ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં મસમોટા ક્રિસમસ ટ્રી અને તેના ડેકોરેશન જોવા મળ્યા. ક્યાં કોઇને સાન્તા ક્લોઝ બનીને ગરીબોની મદદ કરી તો નીતા અંબાણી તેમના એનજીઓની મદદથી બાળકોના ચહેરા પર સ્મિત પાથર્યું. ત્યારે દુનિયાભરમાં ઉજવાતી ક્રિસમસની ઉજવણીઓની મસ્ત તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અમૃતસરની ક્રિસમસ

અમૃતસરની ક્રિસમસ

અમૃતસરની ક્રિસમસના નાના બાળકોને સાંતા ક્લોઝના મુખોટા પહેરીને હો હો હો કરતા કંઇ આ રીતે ઉજવી ક્રિસમસ.

બ્રસલ્સ

બ્રસલ્સ

તો બ્રસલ્સમાં ચર્ચને રંગબેરંગી રોશનીથી રંગીન કરીને ક્રિસમસ બેલ વગાડીને ભગવાન ઇસુના પૃથ્વી પર આવવાની ભાવને આવકાર્યું.

રાજકીય ક્રિસમસ

રાજકીય ક્રિસમસ

તો બીજી તરફ રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ ક્રિસમસની ઉજવણી નજરે પડી. આઓ નાગા ક્વોયર દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં ક્રિસમસના કોરલને ગાવામાં આવ્યા.

ભોપાલ

ભોપાલ

ભોપાલમાં સડકો પર સાંતા ક્લોઝ ફરતા જોવા મળ્યા. અહીં લોકો સાંતા ક્લોઝને મેરી ક્રિસમસ કહેવાને તેમનાથી ગ્રીફ્ટ લેવા માટે પડાપડી કરવા લાગ્યા.

અમદાવાદની ક્રિસમસ

અમદાવાદની ક્રિસમસ

અમદાવાદમાં પણ ક્રિસમસની ઉજવણી જોરશોરથી થતી જોવા મળી. નાના નાના ભૂલકાઓએ કંઇ આ રીતે લાલ ટોપી પહેરીને ક્રિસમસની ઉજવણી કરી.

મલેશિયાની ક્રિસમસ

મલેશિયાની ક્રિસમસ

મલેશિયામાં પણ ક્રિસમસની ધૂમ જોવા મળી. અહીં ખૂબ જ મોટું ક્રિસમસ ટ્રીને સજાવામાં આવ્યું હતું જેની આગળ માણસ પણ વામણો લાગે.

રશિયા શરૂ થઇ પ્રાર્થના

રશિયા શરૂ થઇ પ્રાર્થના

તો રશિયામાં રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુટિન પર ક્રિસમસની કારેલમાં યુવતીનો સાથ દેતા જોવા મળ્યા.

વોશિંગ્ટનમાં ઇમારતો જળકી ઊઠી

વોશિંગ્ટનમાં ઇમારતો જળકી ઊઠી

વોશિંગ્ટનમાં પણ અનેક ઇમારતોમાં સુંદર લાઇટનિંગ કરવામાં આવ્યું હતું. અને ક્રિસમસ ટ્રીને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા.

અમૃતસર

અમૃતસર

આ નજરો છે અમૃતસરના એક ચર્ચનો જેમાં સુંદર રોશનીથી સજાવવામાં આવ્યું હતું.

ભોપાલમાં રંગારંગ કાર્યક્રમ

ભોપાલમાં રંગારંગ કાર્યક્રમ

ભોપાલમાં પણ ક્રિસમસમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી લઇને મોટાઓએ આ ઉત્સવની મજા માણી હતી.

ભોપાલ સ્કૂલી બાળકો

ભોપાલ સ્કૂલી બાળકો

ભોપાલમાં સ્કૂલી બાળકોએ સાંતા ક્લોઝ બનીને કંઇક આ રીતે ક્રિસમસની ઉજવણી કરી.

દીમાપુર સજાવાઇ સડકો

દીમાપુર સજાવાઇ સડકો

દીમાપુરમાં રોડ પર ટ્રાફિક પોલિસના કાઉન્ટરને પણ ક્રિસમસની ઉજવણીના પેઠે આવી સુંદર રીતે સજાવવામાં આવ્યું.

લેબનોનમાં ક્રિસમસ

લેબનોનમાં ક્રિસમસ

લેબનોનમાં ક્રિસમસની ઉજવણીમાં અનેક સાંતા ક્લોઝે ભાગ લીધો અને કંઇક આ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું.

ભોપાલ

ભોપાલ

તો બીજી તરફ ભોપાલમાં બાળકો ક્રિસમસની ઉજવણીમાં કંઇક આ રીતે થયા તૈયાર અને કરી ખુશીઓની ઉજવણી.

ધરમનગર

ધરમનગર

તો ધરમનગરમાં સાંતા ક્લોઝ કંઇ આ રીતે સાથે મળીને ક્રિસમસની કોરલ ગાઇને ઇસુ ભગવાનના આગમનને આવકાર્યું.

પરીઓ ઉતરી જમીન પર

પરીઓ ઉતરી જમીન પર

કોલકત્તામાં પરીઓ અને સાન્તા ક્લોઝ સાથે લોકોએ સમૂહમાં મળીને ક્રિસમસની કોરેલ ગાઇ આનંદ અનુભવ્યો.

તસવીરમાં જુઓ સુપરમેનનું ક્રિસમસ

તસવીરમાં જુઓ સુપરમેનનું ક્રિસમસ

તો તસવીર લંડનની છે જેમાં એક ક્રિસમસની ઉજવણી વખતે નીકળેલી ફેશન પરેડમાં સુપર મેન કંઇ આ રીતે પોઝ આપી રહ્યો છે.

ક્રિસમસ એટલે શાંતિ

ક્રિસમસ એટલે શાંતિ

મુરાદાબાદના બાળકોએ ક્રિસમસની ઉજવણીની સાથે શાંતિનો સંદેશો કંઇક આ રીતે લોકોને પાઠવ્યો.

ક્રિસમસ

ક્રિસમસ

ક્રિસમસ એક તેવો તહેવાર છે જેમાં ગરીબ હોય કે પૈસાદાર તમામ લોકો ખુશ થઇને મનાવે છે તેવું જ કંઇક જોવા મળ્યું જ્યાં મુંબઇમાં સિલિન્ડર બ્લાસ્ટ પીડિત બાળકો સાથે સાંતે ઉજવી ક્રિસમસ.

નીતા અંબાણી આ રીતે કરી ક્રિસમસની ઉજવણી

નીતા અંબાણી આ રીતે કરી ક્રિસમસની ઉજવણી

તો રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રી સાથે જોડાયેલી નીતા અંબાણીએ પણ ક્રિસમસની સાંજ નાના નાના બાળકો સાથે ઉજવી.

નીતા બની સિક્રેટ સાંતા

નીતા બની સિક્રેટ સાંતા

એટલું જ નહીં નીતાએ સિક્રેટ સાંતા બનીને બાળકોને આપી ભેટ અને બાળકો પણ કંઇક આ રીતે નીતાનો માન્યો આભાર.

મોસ્કો

મોસ્કો

તો આવનારા વર્ષ 2016ના આગમન માટે મોસ્કોના રસ્તા પર કંઇક આ રીતે સુંદર લાઇટીંગ દ્વારા 2016 લખવામાં આવ્યું.

English summary
Here are the pics of Christmas Celebration from all over the worlds including India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X