દુનિયામાં બધું જાણવાનો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે 4 વર્ષમાં 31 હજાર વખત જૂઠું બોલ્યા
I Know everything and you know nothingનો એટીટ્યૂડ ધરાવતા અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના 4 વર્ષના કાર્યકાળમાં 31 હજાર વખત જૂઠું બોલ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે દરરોજ, દરેક અઠવાડિયે અને દરેક મહિને ખોટા દાવાઓ કર્યા હતા. ખાસ કરીને એવા મુદ્દાઓ પર પણ સતત ખોટું બોલતા રહે છે જેની સત્યતા બધા જ નાગરિકો જાણવા માંગતા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના જૂઠના અવિશ્વસનીય આંકડા
અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં 30 હજાર 573 વખત કાં તો ખોટું બોલ્યા છે અથવા તો તેમણે કોઈને કોઈ ખોટો દાવો કર્યો. અમેરિકાની ફેક્ટ ચેકર સંસ્થા જે તમામ રાજનૈતિક પાર્ટીઓના દાવાની ચકાસણી કરે છે, તેણે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, "આમ તો તમામ રાજનૈતિક પાર્ટીઓ અથવા નેતાઓ ખોટા દાવા કરે છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ તરીકે ખોટું બોલવાની સીમા પાર કરી લીધી." ફેક્ટ ચેકર સંસ્થાએ દાવો કર્યો કે પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે દરેક જાણકારીને જૂઠું બોલતાં કોઈ સબૂત કે તપાસ લગાવવાનું જૂઠું બોલ્યા.
રિપોર્ટમાં દાવો કરાયો કે પ્રેસિડેન્ટ પર વિરાજમાન થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા વર્ષે દરરોજ 6 વખત જૂઠા દાવા કર્યા જ્યારે પ્રેસિડેન્ટે પોતાના કાર્યકાળના બીજા વર્ષે દરરોજ 16 જૂઠા દાવા કર્યા. જ્યારે પ્રેસિડેન્ટ તરીકે પોતાના ત્રીજા વર્ષના કાર્યકાળમાં તેમણે દરરોજ 39 વખત ખોટા દાવા કર્યા. પોતાના કાર્યકાળના પહેલા 27 મહિનામાં તેમણે 10 હજારથી વધુ વખત ખોટા દાવા કર્યા, અને તે પછીના 14 મહિનામાં 10 હજાર ખોટા દાવા કર્યા. પરંતુ પોતાના કાર્યકાળના ચોથા વર્ષે તેમના જૂઠા દાવા કરવાની ગતિ વધી ગઈ અને માત્ર પાંચ મહિનામાં તેમણે 10 હજાર ખોટા દાવા કર્યા.

એક જૂઠ છૂપાવવા માટે બીજું જૂઠ
ફેક્ટ ચેકર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હરેક દાવામાં ખોટી જાણકારી પ્રસ્તુત કરી છે. વાત પછી નાની હોય કે વડી, જૂઠાણા વગર તેની શરૂઆત નહોતા કરતા. જ્યારે એકવાર તેઓ ખોટું બોલતા તો તેને છૂપાવવા માટે એક નવું જૂઠ બોલી દેતા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે અડધાથી વધુ જૂઠા દાવા પોતાની રેલીઓમાં કર્યા આ ઉપરાંત પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા પણ તેમણે વારંવાર જૂઠા દાવા કર્યા હોવાના કારણે તેમનું ટ્વિટર અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દેવાયું છે.

અમેરિકી વ્યવસ્થા અને મેક્સિકોની દિવાલ પર જૂઠ
ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી વડું જૂઠ અમેરિકાની અર્થવ્યવસ્થાને લઈને બોલ્યું. જ્યારે તેમણે પોતાના કાર્યકાળમાં 400થી વધુ વખત દાવો કર્યો કે તેમણે અમેરિકા માટે સૌથી મજબૂત અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. જ્યારે હકિકતમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાની અર્થવ્યવસ્થા ઘણી ખરાબ થઈ ગઈ. આ ઉપરાંત પ્રેસિડેન્ટ બન્યા બાદ જ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની રાષ્ટ્રવાદી વિચારધારાને હવા આપતાં 262 વખત દાવા કર્યા કે મેક્સિકોની સીમા પર દિવાલ બનાવવાનું કામ પૂરું થનાર છે અને ફરીથી અવૈધ અપ્રવાસી અમેરિકાની સીમામાં દાખલ નહિ થઈ શકે. જ્યારે હકિકત એ છે કે મેક્સિકોની સીમા પર દિવાલ બનાવવાનું કામ થોડા મહિના પહેલાં જ શરૂ થયું હતું જેનું કામ હવે જો બિડેને બંધ કરાવી દીધું છે.

કોરોનાવાયરસ પર જીવલેણ જૂઠ
ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી જીવલેણ જૂઠ કોરોનાવાયરસને લઈને છે. જેની સજા અમેરિકી જનતાએ પોતાનો જીવ આપીને ભોગવી રહી છે. જ્યારે આખી દુનિયા કોરોનાવાયરસ સંક્રમણથી બચવા માટે વિવિધ ઉપાય અપનાવી રહી હતી તે સમયે ડોાનલ્ડ ટ્રમ્પ કોરોનાવાયરસને માનવા માટે તૈયાર જ નહોતા. તેઓ સતત કહી રહ્યા હતા કે કોરોનાવાયરસ ચીની ષડયંત્ર છે. કોરોનાવાયરસને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે 2500 દાવા કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે સેંકડો વખત અમેરિકાની જનતાને કહ્યું હતું કે અમેરિકાએ કોરોનાવાયરસ સામેની જંગ જીતી લીધી છે. એ સમયે કોરોનાવાયરસ દરરોજ હજારો અમેરિકી લોકોનો જીવ લઈ રહ્યો હતો. આની સાથે જ તેમણે સેંકડો વખત કોરોનાવાયરસ સાથે જોડાયેલી દવાઓ અને વેક્સીન બનાવવાને લઈ જૂઠું બોલ્યું. જ્યારે હકીકતમાં અમેરિકામાં કોરોના વાયરસથી હજી પણ હજારો લોકોના દરરોજ મોત થઈ રહ્યાં છે.