For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાએ નકલી ગર્ભમાં છૂપાવ્યું હતું બે કિલો કોકેઇન, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

pregnant woman
બોગોટા, 13 સપ્ટેમ્બર: કોલંબિયામાં ડ્રગની હેરાફેરી કરવા માટે એક મહિલાએ ગજબની તરકીબ અપનાવી હતી. આ મહિલાએ ગર્ભવતી બનવાનું નાટક કર્યું અને તેણીએ પોતાના નકલી ગર્ભમાં બે કીલો કોકેઇન છૂપાવીને લઇ જવાનો પ્રયત્ન કર્યો. જોકે બોગોટા એરપોર્ટના અધિકારીઓએ તેની ચાલાકી પકડી પાડી અને તેની ધરપકડ કરી લીધી.

આરોપી મહિલાનું નામ તબિથા લિયા રિચી છે. આ યુવતી 28 વર્ષની છે અને કેનેડાની રહેનાર છે. તે પોતાને સોશિયલ વર્કર ગણાવે છે. રિચી કેનેડા માટે ફ્લાઇટ માટે બોગોટા એરપોર્ટ આવી હતી.

તપાસ દરમિયાન તેણે જણાવ્યું કે તે ગર્ભવતી છે. પરંતુ ઇન્સ્પેક્ટરને તેનું પેટ ખૂબ જ ઠંડુ અને કડક લાગ્યું. વધુ તપાસ કરતા પોલીસને માલુમ પડ્યું કે મહિલાએ રબરનો નકલી ગર્ભ ચોંટાડી રાખ્યો હતો. જેની અંદર 2 કિલો કોકેઇન જપ્ત કરવામાં આવ્યું.

પોલીસે જણાવ્યું કે રિચી 6 ઓગસ્ટના રોજ કોલંબિયા પહોંચી હતી. કેનેડાઇ દૂતાવાસથી મહિલાની વધુ માહિતી માંગવામાં આવી છે. પરંતુ હજી સુધી ત્યાંથી કોઇ જવાબ આવ્યો નથી.

<center><center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/KuRukuTNHDA" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Caught, Cocaine SMUGGLED in FAKE baby bump, Colombia Drug Runner ARRESTED fake baby.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X