હવે 'ઈબોલા' વાયરસે શરૂ કર્યો વિનાશ, જાણો WHOએ શું કહ્યુ, શું છે તેના લક્ષણો
આખુ વિશ્વ અત્યારે કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યુ છે, આ વાયરસથી મરનારની સંખ્યા બે લાખ 39 હજારથી વધુ થઈ ગઈ છે અને સંક્રમિતોની સંખ્યા 34 લાખને પાર કરી ગઈ છે. તમામ કોશિશો છતાં વિશ્વમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે અને આ દરમિયાન કાંગોમાં એક વધુ વાયરસે દસ્તક દીધી છે જેણે ત્યાંના લોકોની મુશ્કેલીઓ બમણી કરી દીધી છે. આ વાયરસનુ નામ ઈબોલા છે જેના કારણે કાંગોમાં અત્યાર સુધી 5 લોકો મોતના શિકાર થઈ ચૂક્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં આ વાયરસે કાંગોમાં ઉત્પાત મચાવ્યો હતો અને ત્યારથી આ વાયરસે ત્યાંના લોકોના જીવ લીધા છે.

કોરોના અને ઈબોલાને પરસ્પર કોઈ સંબંધ નથી.
તમને જણાવી દઈએ કે પશ્ચિમી શહેર મબંડાકામાં ઈબોલા વાયરસે સોમવારે છ નવા કેસ સામે આવ્યા જેમાંથી 5 લોકોના મોત થઈ ગયા છે જેમાં 15 વર્ષની એક છોકરી પણ શામેલ છે. અહીં એક વાતનુ ધ્યાન આપવા જેવુ છે તે એ કે મબંડાકાના જે વિસ્તારમાં ઈબોલાના દર્દી સામે આવ્યા છે ત્યાં કોરોના વાયરસનો એક પણ વ્યક્તિ નથી મળી આવ્યો. વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસે પણ સ્પષ્ટ કહ્યુ છે કે કોરોના અને ઈબોલાને પરસ્પર કોઈ સંબંધ નથી.
|
શું છે ઈબોલાના લક્ષણ
WHOના જણાવ્યા મુજબ ઈબોલા આફ્રિકાના ઉષ્ણકટિબંધ વિસ્તારની બિમારી છે.તાવ, નબળાઈ, સ્નાયુઓમાં દુઃખાવો અને ગળામાં ખારાશ આ રોગના પ્રારંભિક લક્ષણ છે. ઉલ્ટી થવી, ડાયેરિયા અને અમુક કેસોમાં અંદરની અને બહારનો રક્તસ્ત્રાવ થાય છે. વધુ રક્તસ્ત્રાવથી મોતનુ જોખમ વધી જાય છે. મનુષ્યોમાં આનુ સંક્રમણ જાનવરો, જેવા કે ચિમ્પાન્ઝી, ચામાચીડિયા અને હરણના સીધા સંપર્કમાં આવવાથી થાય છે.

અમુક જરૂરી વાતો
ઈબોલા વાયરસની ઓળખ સૌથી પહેલા વર્ષ 1976માં કરવામાં આવી હતી. વર્ષ 2014માં આ વાયરસે સૌથી વધુ વિનાશ કર્યો હતો. રેકોર્ડ મુજબ આ વાયરસથી અત્યાર સુધી 2275 લોકોના મોત થઈ ચૂક્યા છે. કાંગોમાં જ આ વાયરસથી સૌથી વધુ મોત થયા છે.