ઈમરાન ખાનની સફળતા પાછળ ત્રીજી બેગમનો છે હાથ?
છેવટે ઈમરાન ખાનનું એ સપનુ પૂરુ થવા જઈ રહ્યુ છે જે તે લાંબા સમયથી જોઈ રહ્યા હતા, ચૂંટણી પરિણામો કહી રહ્યા છે કે પાકિસ્તાનની સત્તાની કમાન ઈમરાન ખાનના હાથમાં આવવાની છે. જો કે આનાથી જોડાયેલી ખાસ વાત અમે તમને જણાવીએ છે. કહેવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાનના કેપ્ટન બનવા જઈ રહેલ ઈમરાન ખાનની આ સફળતા પાછળ તેમની ત્રીજી બેગમ બુશરા માનેકાનો હાથ છે.

સત્તા અને પત્નીનું કનેક્શન!
તમે ચોંકી ગયા હશો કે છેવટે સત્તા અને પત્નીનું શું કનેક્શન, આનું એક ગાઢ કનેક્શન છે. ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા એક પીર છે. જેના વિશે કહેવામાં આવે છે કે ઈમરાન ખાન તેમની સલાહ વિના કોઈ કામ નથી કરતા.

બુશરાએ કરી હતી ભવિષ્યવાણી
ત્યાં સુધી કે રાજકીય નિર્ણયોથી લઈને અંગત જીવનના નિર્ણય સુધી બુશરાની સલાહ શામેલ હોય છે. તેમના લગ્ન પાછળ પણ આ જ કારણ છે. આ વર્ષે જાન્યુઆરીમાં પાક ચેનલ કેપિટલે એક સમાચાર બતાવ્યા હતા કે બુશરાએ કહ્યુ હતુ જો ઈમરાન ત્રીજા નિકાહ કરશે તો તે પીએમ બની જશે.

આ જ કારણે ઈમરાને બુશરા સાથે લગ્ન કર્યા...
આના કારણે જ ઈમરાને બુશરા સાથે લગ્ન કર્યા અને હવે આ સમાચાર સાચા પડવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન પહેલી વાર બુશરાને વર્ષ 2015 માં મળ્યા હતા અને ત્યારે તે કોઈ સીટ પર પોતાના ઉમેદવારની જીત વિશે સવાલ કરવા પહોંચ્યા હતા.

બુશરાની દરેક વાત માને છે ઈમરાન ખાન...
એ સમયે બુશરાએ કહ્યુ હતુ કે પીટીઆઈ ઉમેદવારની જીત થશે અને આ વાત સાચી સાબિત થઈ અને ત્યારબાદ ઈમરાન હંમેશા પોતાની શંકાઓ દૂર કરવા અને મુશ્કેલીઓનો ઉકેલ લાવવા બુશરાને મળવા લાગ્યા અને આજે પરિણામ તમારી સામે છે. બુશરા, ઈમરાન ખાનની ત્રીજી પત્ની તરીકે દુનિયામાં ઓળખાય છે.