For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 52 હજાર લોકો સંક્રમિત

અમેરિકામાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 52 હજાર લોકો સંક્રમિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરના દેશો પરેશાન છે. આ વાયરસને લઇ અત્યાર સુધી કોઇ વેક્સીન નતી બની શકી કે કોઇ દવા પણ તૈયાર નથી થઇ શકી. કોરોનાના કારણે દુનિયાભરમાં 1 કરોડથી વધુ લોકો સંકરમિત થઇ ગયા છે, જ્યારે સાઢા પાંચ લાખ જેટલાક લોકોના વાયરસ જીવ ભરખી ગયો છે. સૌથી ખરાબ હાલ વિશ્વ શક્તિ અમેરિકાની છે.

અમેરિકામાં સંક્રમણ વધ્યું

અમેરિકામાં સંક્રમણ વધ્યું

અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ કોરોના સંક્રમિતોના મામલા સામે આવ્યા છે. પાછલા 24 કલાકમાં અહીં કોરોના સંક્રમણના 52 હજાર નવા મામલા નોંધાયા છે. કોરોનાની ગતિ ઘટવાને બદલે અમેરિકામાં તેજીથી વધી રહી છે. અત્યાર સુધી અમેરિકામાં સૌથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. અમેરિકામાં કોરોના દર્દીની સંખ્યા 28 લાખના આંકડાની નજીક પહોચી ગઇ છ. વિશ્વ શક્તિ કહેવાતા અમેરિામાં આ વાયરસના કારણે મૃતકોનો આંકડો 1,28,28ની નજીક પહોંચી ગયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા

ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા

અમેરિકા બાદ બ્રાઝીલ, ભારત, રશિયા અને પેરૂ જેવા દેશોમાં પણ કોરોનાનું સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે. ભારતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખન પાર કરી ચૂકી છે. જ્યારે મંગળવારે ફરી એકવાર અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો ફૂટી નીકળ્યો.

ચીન પર ભડક્યા

ચીન પર ભડક્યા

ટ્રમ્પે ચીન પર કોરોના વાયરસને લઇ પ્રહાર કરતા કહ્યું કે જેમ જેમ કોરોનાના મામલા વધી રહ્યા છે, ચીન પર તેમનો ગુસ્સો વધતો જઇ રહ્યો છે. જણાવી દઇએ કે અમરિકી સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે મહામારી પર તેઓ સંપૂર્ણપણ કાબૂ મેળવવાની હાલતમાં નથી. જે બાદ નારાજ થયેલ ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યું કે જેમ જેમ આખી દુનિયામાં મહામારીનું ભયાનક રૂપ વધતું જઇ રહ્યું છે, તેમ તેમ ચીન વિરુદ્ધ મારો ગુસ્સો પણ વધતો જઇ રહ્યો છે.

ભારત- ચીન વિવાદ વચ્ચે PLAએ 20 હજાર સૈનિકોને LAC પર મોકલ્યાભારત- ચીન વિવાદ વચ્ચે PLAએ 20 હજાર સૈનિકોને LAC પર મોકલ્યા

English summary
Corona eruption in America, 52 thousand people infected in the last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X