કોરોનાથી બચાવનાર હેન્ડ સેનિટાઈઝર જ બન્યુ કાળ, મહિલાના આખા શરીરમાં લાગી આગ
નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીથી બચવા માટે વૈજ્ઞાનિક અને ડૉક્ટર સેનિટાઈઝરના ઉપયોગની સલાહ આપી રહ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કોવિડ-19 મહામારીથી બચાવનાર આ સેનિટાઈઝર કોઈનો પણ જીવ લેવા માટે જોખમરૂપ બની શકે છે. અમેરિકાના ટેકસાસમાં એક મહિલા માટે સેનિટાઈઝર એ સમયે જાનલેવા બની ગયા જ્યારે તેણે મિણબત્તી સળગાવીને બાજુમાં મૂકી અને હેન્ડ સેનિટાઈઝરની બોટલ ફાટી ગઈ.

આઈસીયુમાં ભરતી છે કેટ વાઈઝ
મળતી માહિતી મુજબ ટેકસાસમાં રહેતી કેટ વાઈઝ આ દૂર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગઈ છે. કેટ ગંભીર રીતે ઘાયલ છે અને હાલમાં આઈસીયુમાં એડમિચ છે. લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. હોસ્પિટલમાં ભરતી કેટે દૂર્ઘટના વિેશે જણાવતા કહ્યુ કે કોરોના વાયરસ મહામારીથી ખુદને અને પોતાની ત્રણ દીકરીઓને બચાવવા માટે તે રોજ નિયમિત રીતે સેનિટાઈઝર લગાવતી હતી.

આખા શરીરમાં લાગી ગઈ આગ
તેણે આગળ કહ્યુ કે, 'દૂર્ઘટના દરમિયાન તેણે હાથમાં સેનિટાઈઝર લગાવ્યુ હતુ, આ દરમિયાન જેવી તેણે મિણબત્તી સળગાવી, તેના હાથ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા. હેન્ડ સેનિટાઈઝરના કારણે જ મારા હાથ, ચહેરો અને પછી આખુ શરીર આગની ચપેટમાં આવી ગયુ.' તેણે જણાવ્યુ, 'આગની જ્વાળાઓ તેના ચહેરા અને શરીર સુધી પહોંચી ગઈ હતી અને બાજુમાં મૂકેલી સેનિટાઈઝરની બોટલ પણ ફાટી ગઈ હતી.'

દિવ્યાંગ દીકરી અને પાલતુ જાનવરને બચાવવામાં રહી સફળ
પોતાની માને આગમાં સળગતી જોઈ તેની બંને દીકરીઓ કેટ વાઈઝની મદદ માટે ઘરમાંથી બહાર દોડી પરંતુ જ્યાં સુધી કેટને આગથી બચાવવામાં આવે ત્યાં સુધી તેના શરીરનો ઘણો ભાગ દાઝી ગયો હતો. આગની જ્વાળાઓમાં ઘેરાવા છતાં કેટે પોતાના મોટાભાગના સળગતા કપડા કાઢી નાખ્યા અને દિવ્યાંગ દીકરી તેમજ પાલતુ જાનવરને ઘરમાંથી બહાર કાઢવામાં તે સફળ રહી. આ કેસમાં હવે ધ રાઉન્ટ રૉક ફાયર ડિપાર્ટમેન્ટ આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યુ છે.

ખૂબ જ ખતરનાક હોય છે સેનિટાઈઝર
તમને જણાવી દઈએ કે કોઈ પણ શ્રેણીના સેનિટાઈઝરમાં જ્વલનશીલ પદાર્થ હોય છે જે આગના સંપર્કમાં આવતા જ ઝડપથી સળગવા લાગે છે. એટલા માટે આનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. મોટાભાગે હેન્ડ સેનિટાઈઝર્સમાં આલ્કોહોલની સારી એવી માત્રા હોય છે. આલ્કોહોલ અને આગ એકબીજાના સારા દોસ્ત હોય છે અને તે પેટ્રોલની જેમ ઝડપથી આગ પકડે છે. ઘરમાં ખાસ કરીને તેને એ વસ્તુઓથી દૂર રાખવા જોઈએ જેનાથી આગ પકડાવાનો ડર રહેતો હોય.
કંગના રનૌતને કેન્દ્ર સરકારે આપી 'Y' કેટેગરીની સુરક્ષા